રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા નિવૃત શિક્ષકો તથા નવનિયુક્ત આચાર્યો અને એવોર્ડ ટીચરોનો અભિવાદન તથા સન્માનનો સમારોહ
રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા નિવૃત શિક્ષકો તથા નવનિયુક્ત આચાર્યો અને એવોર્ડ ટીચરોનો અભિવાદન તથા સન્માનનો સમારોહ યોજાયો................
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સાબરકાંઠા દ્વારા નવનિયુક્ત આચાર્ય, નિવૃત્ત શિક્ષક તથા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ શ્રી ગોપાલસિંહ રાઠોડ, કાર્યકારી અધ્યક્ષ હિંમતનગર કેળવણી મંડળના કાયૅકારી અધ્યક્ષ સ્થાને યોજાયો. મુખ્ય મહેમાન તરીકે શ્રી મીતાબેન ગઢવી શિક્ષણાધિકારીશ્રી સાબરકાંઠા , અતિથિ વિશેષ તરીકે પરિમલભાઈ પંડિત પ્રાંત સંયોજક કુટુંબ પ્રબોધન ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાંથી ૧૫૦ થી વધુ સારસ્વત મિત્રો હાજર રહ્યા હતા. ૭૦ થી વધુ નવનિયુક્ત તથા નિવૃત્ત સારસ્વત મિત્રોનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ જે.ડી.પટેલ દ્વારા સ્વાગત પ્રવચન થયું. સંગઠન પરિચય પ્રાંત મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યો. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તથા મહેમાનોના હસ્તે સન્માન થતાં સૌ ભાવવિભોર બન્યા હતા. પાંચમી સપ્ટેમ્બરના શિક્ષકદિનને યાદ કરી સૌ મહેમાનશ્રીઓએ ગુરુનુ અનેરૂ મહત્વ સમજાવી સૌ ગુરુજનોને વંદન પાઠવ્યા હતા. સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંવર્ગ અધ્યક્ષ ગૌતમભાઈ ભટ્ટ, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ,ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ પ્રાંત ઉપાધ્યક્ષ પંકજભાઈ જે મહેતા, માધ્યમિક સંવર્ગ પ્રાંત સહ સંગઠન મંત્રી મહેશભાઈ ભટ્ટ, મહામંત્રી મહેન્દ્રભાઈ સી પટેલ, હિંમતનગર તાલુકા અધ્યક્ષ અક્ષયભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી કાર્યક્રમ સફળ રહ્યો. પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી નરેશભાઈ પટેલ, સંચાલક મંડળ સંયોજક ચૈતન્યભાઈ ભટ્ટ, વિનાયક ભાઈ મહેતા, સરકારી સંવર્ગમાંથી કમલેશભાઈ પટેલ, અક્ષય ભાઈ પંચાલની વિશેષ ઉપસ્થિતિ રહી. કાર્યક્રમના ઉદ્ઘોષક શ્રી ધીરજભાઈ પી. ભટ્ટ દ્વારા સુંદર સંચાલન થયું. નીતિનભાઈ ગુર્જર તથા દર્શિનભાઈ ઉપાધ્યાય દ્વારા સ્ટેજ સહકાર પૂરો પડાયો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.