ગણતરીના કલાકોમા ૯ વર્ષની દીકરીને તેના વાલી વારસો સાથે મિલન કરાવતી ગરબાડા પોલીસની શી-ટીમ. - At This Time

ગણતરીના કલાકોમા ૯ વર્ષની દીકરીને તેના વાલી વારસો સાથે મિલન કરાવતી ગરબાડા પોલીસની શી-ટીમ.


ગત તા.૦૨/૦૯/૨૦૨૩ ના કલાક ૦૩ વાગ્યે ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન ઝરીબુઝર્ગ ગામના મોતીભાઇ પુનિયાભાઇ ગણાવા રહે. ઝરીબુઝર્ગ નાઓ એક ૯ વર્ષની બાળકિને લઇને પોલીસ સ્ટેશન આવેલ અને કહેલ કે એક બાળકી ગુજરાત એમ.પી બોર્ડર ઉપરથી મળી આવેલ છે, તે પોતાના ગામનુ નામ કે તેના માતા-પિતાનુ નામ બોલતી નથી.તે પછી તેનો કબજો ગરબાડ શી- ટીમે સંભાળી તેના વાલી વારસોની શોધખોળ માટે દિકરીના ફોટા પાડી ગરબાડા પો.સ્ટે.વિસ્તારના ગામડાના સરપંચો તથા કતવારા વિસ્તારના સરપંચોના તથા એમ.પી.ના નજીકના સેજાવાડા ગામડાના સરપંચોનો સપંર્ક કરી ફોટા પાડી વ્હોટ્સઅપ ગૃપમા મુકતા સદર દિકરી પ્રવિણભાઇ લાલચંદભાઇ બિલવાળ રહે. જાલત નાકા ફળીયા તા.જિ.દાહોદનાની હોવાનુ જણાયેલ જેથી તેમનો સંપર્ક કરી દિકરીના માતા-પિતાને ઘરેથી બોલાવી દિકરી સાવિત્રાબેન ઉર્ફે સાવુબેનનો કબજો સોંપવામાં આવ્યો હતો

આમ ગરબાડા પોલીસને નાની દિકરી સાવિત્રાબેન ઉર્ફે સાવુબેનને તેના માતા-પિતા સાથે મિલન કરાવવામા ગરબાડા પોલીસ શી-ટીમને સફળતા મળેલ છે.9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.