ભેસાણ તાલુકાના વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી સહિત ત્રણ સામે રૂ! 6.56.88.407 ની ઉચાપત અંગે નોંધાઈ ફરિયાદ ……
ભેસાણ તાલુકાના વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી સહિત ત્રણ સામે રૂ! 6.56.88.407 ની ઉચાપત અંગે નોંધાઈ ફરિયાદ
ભેસાણ તાલુકાના વાંદરવડ સેવા સહકારી મંડળી ના પ્રમુખ મંત્રી સહિત ત્રણ વ્યક્તિઓ સામે. રૂ! 6.56.88.407 ની ઊંચાપત અંગે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં તેમજ સહકારી ક્ષેત્રમાં ભારે ખડભડાટ મચી જવા પામી છેઆ બનાવ અંગે જુનાગઢ ડિવિઝન ડીવાયએસપી હિતેશ ધાંધલીયા ના જણાવ્યાનુસાર ભેસાણ શહેરની અક્ષરધામ સોસાયટી ખાતે રહેતા સચિનભાઈ કપિલભાઈ મહેતા દ્વારા વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ ગોવિંદભાઈ ભીખાભાઈ કપુરીયા રહે. વાંદરવડકમલેશ બાલાશંકર દવે રહે. કૈલાશપાર્ક જુનાગઢરમેશભાઈ ડાયાભાઈ રામાણી રહેઅર્થ દિપાલી પાર્ક રણછોડ નગર પાછળ જુનાગઢ વાળા ત્રણેય શખ્સો એ ફરિયાદીની બેંક પાસેથી લીધેલ ધીરાણ અન્વયે ખેડૂત સભાસદોના ખોટા લોનના ખાતા ઉભા કરી અને ખોટા સરવૈયા બનાવી રજૂ કરી અને ખોટા હિસાબો બનાવી આ હિસાબો ખોટા હોવાનું જાણવા છતાં તેને સાચા તરીકે દર્શાવી ઉપયોગ કરી અને બેંકમાં રજુ કરી ખોટા દસ્તાવેજો બનાવી ખોટું હોવાનું જાણવા છતાં તેને સાચા તરીકે બતાવી ઉપયોગ કરી બેંકમાં રજૂ કરી સેવા સહકારી મંડળીના રોજબરોજના વહીવટ ઉપર અપ્રમાણિક ઈરાદાથી દેખરેખ ન રાખી તેમજ ગુનાહિત ઈરાદાથી એકબીજાને આચરેલ ગેરરીતિમાં મદદગારી કરી ગુનાહિત કૃત્ય કરી પોતે આચરેલ નાણાકીય રીતે અને અનિયમિતતાને છુપાવવાના બદ ઇરાદાથી ફરિયાદીને દફતર ન આપી દફતર ગેરવલ્લે કરી ઉપર જણાવેલ રેકોર્ડ ફરિયાદીને નહીં સોંપી ફરિયાદી આપેલ સૂચના તેમજ માહિતી આપવા કરેલ આદેશોને જાણી જોઈને પાલન નહીં કરી ખોટા પત્રકો બનાવી યોગ્ય હિસાબો નહીં નિભાવી પોતાના લાભ માટે ખોટા ધિરાણો જાણી જોઈ મંજૂર કરી તેમજ વાંદરવડ સેવા સહકારી મંડળી લિમિટેડના ચોપડા કાગળ જામીનગીરી સાથે ચેડા કરી તેમાં ફેરફાર કરી અને તેમને કુલ રૂ!. 6.58.88.407 જેવી માતબર રકમની ઉચાપત કરી ગુનો કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા બે આરોપી ની ધરપકડ કરવા માં આવી છે અને વાંદરડ સેવા સહકારી મંડળી નો મંત્રી કમલેશ દવે ફરાર છે જેની ભેસાણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી કે સરવૈયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છેરિપોર્ટ... કાસમ. હોથી.. ભેસાણ...... મો.9913465786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.