બોટાદ મહિલા પોલીસ સ્ટેશન તેમજ પી.બી.એસ.સી. સેન્ટરની સરાહનીય કામગીરી
બોટાદ મહિલા પોલીસ સ્ટેશન તેમજ પી.બી.એસ.સી. સેન્ટરની સરાહનીય કામગીરી
નવ માસના બાળકનું તેની માતા સાથે કરાવ્યું પુનઃમિલન
બોટાદ મહીલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત કાર્યરત પી.બી.એસ.સી.સેન્ટર પર પુરૂષ અરજદાર આવ્યા હતા.તેમની અરજી લઇને કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું કે અરજદાર તથા તેમના પત્ની વચ્ચે ઝઘડો થતા અરજદારના પત્ની બંને બાળકોને મુકીને જતા રહ્યા હતા.જે પૈકી એક બાળક માત્ર નવ માસનું તેમજ બીમાર હતું અને આખી રાત તેની માતા વિના સતત રડ્યા કર્યું હતું,જેથી સેન્ટર દ્વારા અરજદારની અરજી બાબતે સામેવાળા પક્ષને ફોન કરવામાં આવ્યો પરંતુ તેઓ વાતચીત કરવા આવ્યા નહી,જેથી બનાવની ગંભીરતાને ધ્યાને લઇને પી.બી.એસ.સી.ના કાઉન્સેલર દ્વારા બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટરશ્રી આઇ.બી.જાડેજાને બનાવ બાબતે વાત કરતા બનાવની ગંભીરતા તથા સંવેદનશીલતાને ધ્યાને લઇ પી.બી.એસ.સી.સેન્ટરના કાઉન્સેલર,મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તથા શી ટીમ રૂબરૂ સ્થળ પર પહોંચી હતી.જ્યાં તમામ સ્ટાફે મહિલાને સમજાવી તથા કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.બોટાદ મહિલા પોલીસ સ્ટેશન તેમજ પી.બી.એસ.સી.સેન્ટરની સરાહનીય કામગીરી થકી નવ માસના બાળકનું તેની માતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.