જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઠાકોર સમાજમાંથી બનાવવા દબાણ
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખની પહેલી અઢી વર્ષની મુદત પુરી થઇ રહી છે. જેને લઇને નવા પ્રમુખ માટે ભાજપના હાઇકમાન્ડ દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં આવી છે. ત્યારે હવે પછીના અઢી વર્ષ માટે પ્રમુખ તરીકેનો તાજ ઠાકોર સમાજના શિર ઉપર મુકવાની માંગ ઉઠી છે. પહેલી ટર્મમાં પ્રમુખ તરીકે પાટીદાર સમાજના ઉમેદવારને બસાડવામાં આવ્યા છે, ત્યારે હાલમાં જિલ્લા પંચાયતમાં ઠાકોર સમાજના 11 અને 2 ક્ષત્રિય સમાજ સાથે 13 સદસ્ય દ્વારા પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી દબાણ ઉભુ કર્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.