રૈયાધારના યુવાને બિમારીથી કંટાળી આત્મહત્યા કરી લીધી
શહેરના રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં ચાની કીટલી ચલાવતા કાના ગોબરભાઇ કીહલા (ઉ.વ.3પ)એ આજે સવારે 8 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળફાંસો ખાઇ જિંદગી ટુંકાવી દીધી હતી. આ અંગે મળતી વિગત મુજબ મૃતકને સંતાનમાં બે સગીર પુત્રો છે.
તે પોતાની માતા, પત્ની અને પુત્રો સાથે રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતો. આજે સવારે તેની પત્ની રૂમમાં સુતી હોય બહાર આવી ઓસરીમાં જોયુ તો પતિ કાનો પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા દેકારો કરી મુકતા પરિવારના સભ્યો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેને સિવિલ હોસ્5િટલે ખસેડતા તબીબોએ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને કરાતા હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ બાલસ સ્ટાફ સાથે દોડી ગયા હતા.
જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો. પરિવારની પુછપરછમાં જાણવા મળેલ કે કાનાભાઇ તેની માતા અને પત્ની બિમાર રહેતા હતા તે પરેશાન રહેતો હતો. બિમારીથી કંટાળી અંતિમ પગલુ ભરી લીધુ હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાવના પગલે બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા ભરવાડ પરિવારમાં કલ્પાંત છવાયો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.