બાલાસિનોર તાલુકા પંચાયત મહિલા પ્રમુખ પદ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ - At This Time

બાલાસિનોર તાલુકા પંચાયત મહિલા પ્રમુખ પદ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ


બાલાસિનોર તાલુકા પંચાયત મહિલા પ્રમુખ પદ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

બાલાસિનોર તાલુકા પંચાયત સહિત મહીસાગર જિલ્લાની 6 તાલુકાના પ્રમુખ પદ કેટેગરી જાહેર થતાં જે તે વર્ગના ઉમેદવારો દ્વારા પ્રમુખ પદ મેળવવા માટે વરિષ્ઠ આગેવાનો સાથે સંપર્ક શરૂ કરી દેવાયો છે.
બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેની પ્રથમ અઢી વર્ષ માટેની મુદત સપ્ટેમ્બર મહિનામાં જ પુર્ણ થનાર છે. જેમાં આગામી ટર્મ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની મહિલા માટે પ્રમુખ પદ અનામત જાહેર કરવામાં આવ્યું છે. પ્રમુખ પદે ઓબીસી મહિલા અનામતની . જાહેરાત થવાથી બાલાસિનોર માં તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે.
તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલાઓના પતિદેવો પક્ષના આગેવાનો શરણે પહોંચી ગયા તે છે. ઓબીસી મહિલા સભ્યોના પતિ સહિત સમર્થક આગેવાનો અન્ય સભ્યોનું સમર્થન માટે ખેંચતાણ કરી રહ્યા છે. સભ્યોમાં અલગ અલગ જગ્યાએ ખાનગી મીટીંગો નો દોર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે હવે જોવું રહ્યું તાલુકા પંચાયતના પ્રમુખ પદનો તાજ ભાજપનું મોવડી મંડળ કોને સીરે મુકશે તે જોવાનું રહ્યું

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.