પાળીયાદ ખાતે નવનિર્માણ થતું નક્ષત્ર વન ખાતે રાશિ અને નક્ષત્ર પ્રમાણે વિધિવિધાનથી આંબો દેવવૃક્ષનું રોપણ કરવામાં આવ્યું
પાળીયાદ ખાતે નવનિર્માણ થતું નક્ષત્ર વન ખાતે રાશિ અને નક્ષત્ર પ્રમાણે વિધિવિધાનથી આંબો દેવવૃક્ષનું રોપણ કરવામાં આવ્યું
આ નક્ષત્ર વનમાં જે કોઈ સેવકનો જન્મ તારીખ જન્મ સમય અને જન્મના સ્થળ પ્રમાણે મુરત તારીખ અને એના નક્ષત્ર મુજબ વૃક્ષ રોપણ કરાવવામાં આવે છે તેમજ તમામ યજમાનોને બ્રાહ્મણ દ્વારા મંત્રો અને વિધિવિધાન સાથે વૃક્ષારોપણ કરાવવવામાં આવે છે તેમજ આ તકે યજમાનોને આશીર્વાદ આપવા જગ્યાના મહંત નિર્મળાબા ઉનડબાપુ તેમજ સંચાલક ભયલુબાપુ હાજર રહે છે અને એમના હસ્તે સર્ટીફિકેટ પણ આપવામાં આવે છે.અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર છે દાદબાપુ વરુ તેમજ જગ્યાના સંચાલક ભયલુબાપુના પિતા અને જગ્યાના ભાવિ ગાદીપતિ બાળઠાકર પૃથ્વીરાજબાપુના દાદા પણ થાય છે તેમજ કાતર દરબારુનો પ્રજાલક્ષી ખુબ ઉજળો ઇતિહાસ પણ રહેલો છે એમણે પ્રજા તુલ્ય ઘણા સતકાર્ય જમીન દાન મંદિર નિર્માણ અવેડા બનાવેલ એના સંચાલન માટે જમીન પણ આપેલ તેમજ વિનોબા ભાવેના કહેવાથી પણ જમીન કાઢી આપેલ તેમજ કવિ દુલા ભાયા કાગનો પણ ખુબ આવરો જાવરો કાતર ગઢમાં હતો તેમજ વિશ્વ વંદનીય સંત મોરારીબાપુ અને સાધુ સંતો તેમજ આઈ માં સોનલ પણ ખુબ ત્યાં પધારતા અને રોકાતા હતા અને એમના સેવક પરીવાર છે આવા ખુબ ઉજળા ઇતિહાસ થી આ રાજવી પરીવાર થી સહુ કોઈ પરિચિત છે તેમજ ખુબ સામાજિક અને રાજકીય વર્ચસ્વ ધરાવે છે.દાદબાપુ વરુ અને એમના પરીવારના હસ્તે નક્ષત્ર વનમાં જે આંબો દેવવૃક્ષનું રોપણ કરવામાં આવેલ જેની કાયમી યાદી એમના માટે રહેશે એબદલ એમણે ખુબ રાજીપો વ્યક્ત કરેલ હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.