મનપાની ટાઉનપ્લાનીંગ શાખા દ્વારા વેસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ડીમોલીશન, રૂ. 2.15 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ - At This Time

મનપાની ટાઉનપ્લાનીંગ શાખા દ્વારા વેસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ડીમોલીશન, રૂ. 2.15 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ


રાજકોટ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નંબર 1, ટી.પી. સ્કીમ નં.36/3-ઘંટેશ્વર-પરાપીપળિયા(મુસદ્દારૂપ), વોર્ડ નં.10, ટી.પી. સ્કીમ નં.20-નાનામવા(પ્રારંભિક), વોર્ડ નં.12, ટી.પી. સ્કીમ નં.15-વાવડી(અંતિમ) માં પ્રાપ્ત થયેલ અનામત હેતુના પ્લોટમાં તથા વોર્ડ નં.1, ટી.પી. સ્કીમ નં.33-રૈયા(મુસદ્દારૂપ) ના મુળખંડ નં.49માંથી પસાર થતો 18મી. ટી.પી. રોડ તથા વોર્ડ નં. 11, ટી.પી. સ્કીમ નં.27-મવડી(અંતિમ)ના 12 મી. તથા 24 મીટર ટી.પી. રોડમાં અમલીકરણના ભાગરૂપે નડતરરૂપ થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂપિયા 2.15 કરોડની અંદાજીત રૂ. 375 ચો.મી.ની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.