જસદણ તાલુકાનું કડૂકા ગામ કે જ્યાં નાગ સ્વરૂપે દર્શન આપતા ખેતલાઆપા : અનેક લોકોનો અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા
જસદણ તાલુકાનું ગૌરવ ધરાવતુ તીર્થધામ હોય તે કડુકા ગામ છે. જે ગામ ભરવાડ સમાજનું આસ્થા નું કેન્દ્ર પણ છે આ ગામમાં ખેતલા આપાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે, અને ખેતલાઆપા સાક્ષાત નાગ સ્વરૂપે ત્યાં દર્શન આપે છે. સમગ્ર પૃથ્વી અંદર કોઈ નાગ સ્વરૂપે ભગવાન હોય તે દરરોજ કડુકામાં દર્શન આપે છે તેવું કહેવાય છે. અને નાગ પંચમીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી આવે છે, અને મેળાનું પણ આયોજન હોય છે તેમજ બધા જ ભક્તો માટે પ્રસાદીનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. દુરથી આવેલા ભક્તો માટે રહેવા જમવાની પણ સુવિધા પણ કરી આપવામાં આવે છે. આ જસદણ તાલુકાનુ સૌથી સારુ તીર્થધામ તરીકે માને છે અને આ જગ્યાએ ખેતલા આપાના ખુબ જ પરચા છે, ખેતલા આપા નિ:સંતાન દંપતી ઓને સંતાન આપે છે કોઈ પણ પ્રકારની માનતા માને છે તો આપા તે કામ કરે છે તેવો લોકોનો અતૂટ વિશ્વાસ છે અને ખાસ તો તે ભરવાડ સમાજના લોકો આપા પર ખુબ જ શ્રધ્ધા રાખે છે, તે વકાતર પરિવાર ના કુળદેવ છે તેમના પરચા ખૂબ પ્રખ્યાત છે જે માહિતી અહીંના ભક્તજનો દ્વારા જાણવા મળી હતી.
રીપોર્ટ હર્ષદ ચૌહાણ જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.