રોકડા રૂ 13,650/=ના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હાર જીતનો તીન પત્તીનો જુગાર રમતા નવ માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથાપેરોલ ફ્લો સ્કવોડ - At This Time

રોકડા રૂ 13,650/=ના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હાર જીતનો તીન પત્તીનો જુગાર રમતા નવ માણસોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથાપેરોલ ફ્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૧/૦૯/૨૦૨૩ના રોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન પો.કો. તરૂણભાઇ નાંદવા તથા ભદ્દેશભાઇ પંડયાને મળેલ માહિતી મળેલ કે,*રાણીવાડા ગામે રસીકભાઇ મકવાણાના મકાન પાસે જાહેર જગ્યામાં અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબના માણસો ગંજીપત્તાના પાના તથા રોકડ રૂપિયા સાથે પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી દાઠા પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
*આરોપીઓઃ-*
1. વિક્રમભાઇ જીવણભાઇ સાંખટ ઉ.વ.૨૪
2. મનસુખભાઇ પ્રાગજીભાઇ સાંખટ ઉ.વ.૨૬
3. અશોકભાઇ મનાભાઇ સાંખટ ઉ.વ.૨૭
4. વલ્લભભાઇ જીણાભાઇ સાંખટ ઉ.વ.૨૩
5. વલ્લભભાઇ માધાભાઇ સાંખટ ઉ.વ.૨૭
6. લાલાભાઇ નારણભાઇ સાંખટ ઉ.વ.૨૭ 7. ઘનશ્યામભાઇ વલ્લભભાઇ શિયાળ ઉ.વ.૨૨
8. તુલશીભાઇ પરશોત્તમભાઇ ડોડીયા ઉ.વ.૨૭
9. મહેશભાઇ મથુરભાઇ શિયાળ ઉ.વ.૩૧
રહે.આરોપી નં.૧ થી ૭ રાણીવાડા તા.મહુવા જી.ભાવનગર તથા આરોપી નં.૮ થી ૯ રહે.કળસાર, તા.મહુવા જી.ભાવનગર

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૧૩,૬૫૦/- મળી *કુલ કિ.રૂ.૧૩,૬૫૦/- નો મુદ્દામાલ*

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા, મહેન્દ્દસિંહ સરવૈયા, ભદ્દેશભાઇ પંડયા, પીનાકભાઇ બારૈયાવગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.