સાબરકાંઠા જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન અંગે રાજકિય પક્ષો સાથે બેઠક યોજાઇ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન અંગે રાજકિય પક્ષો સાથે બેઠક યોજાઇ


સાબરકાંઠા જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન અંગે રાજકિય પક્ષો સાથે બેઠક યોજાઇ

*************

સાબરકાંઠા જિલ્લાના ચાર વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન મથકોના પુનર્ગઠન અંગે જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવે અને નાયબ ચૂંટણી અધિકારી શ્રી દિપ્તીબેન પ્રજાપતિની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ હતી.

જિલ્લામાં ૧/૦૧/૨૦૨૪ ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં અગાઉ માત્ર એકવાર જ મતદારયાદીમાં નામ ઉમેરી શકાતું હતું પરંતુ યુવા મતદારો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે હવે ૧ જાન્યુઆરી, ૧ એપ્રિલ, ૧ જુલાઇ અને ૧ ઓક્ટોમ્બર એમ વર્ષમાં ૪ વાર મતદાર યાદીમા નામ નોંધાવી શકાશે.

હિંમતનગર વિધાનસભા મતદાર વિભાગમાં ૩૩૮, ઇડર વિધાનસભામાં ૩૫૩, ખેડબ્રહ્મા વિધાનસભામાં ૩૨૬ અને પ્રાંતિજ વિધાનસભામાં ૩૦૫ મળી કુલ ૧૩૨૨ મતદાન મથકો નોંધાયેલા છે. જેમાં મતદાન મથકમાં ફેરબદલી જેવા કે નોન યુઝ બિલ્ડીંગ, રૂમ-મકાન બદલવું, બુથનું નામ બદલવા થતા કુલ ૫૩ મતદાન મથકો ફેરફાર કરવાના થાય છે. જેમાં હિંમતનગરમાં ૧૨, ઇડરમાં ૧૬, ખેડબ્રહ્મામાં ૨૪ અને પ્રાંતિજમાં ૦૧ મતદાન મથકોનો સમાવેશ થાય છે. સાથે મતદાન મથક બીજા મતદાન મથકમાં મર્જ કરવાના થાય છે જેમાં ૨૭ હિંમતનગર વિધાનસભા મતવિસ્તારના ૧૧, ૨૮ ઇડરના ૨૧, ૨૯ ખેડબ્રહ્માના ૪ અને ૩૩ પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના ૮ એમ ૪૪ મતદાન મથકો મર્જ કરી પુનર્ગઠન કરવા અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા, ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, પ્રાંત અધિકારીશ્રી ઇડર, પ્રાંતશ્રી ખેડબ્રહ્મા તેમજ રાજકીય પક્ષોના અગ્રણીઓ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.