તાજીયાના દિવસે થયેલ માથાકૂટનો ખાર રાખી ભોમેશ્વર પ્લોટમાં આવારા તત્વોનો આતંક - At This Time

તાજીયાના દિવસે થયેલ માથાકૂટનો ખાર રાખી ભોમેશ્વર પ્લોટમાં આવારા તત્વોનો આતંક


તાજીયાના દિવસે થયેલ માથાકૂટનો ખાર રાખી ભોમેશ્વર પ્લોટમાં આવારા તત્વોએ આતંક મચાવી કાર, સાયકલ અને ડેલીમાં તોડફોડ કરી મહિલાને ધમકી આપતાં ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ભોમેશ્વર પ્લોટ શેરી નં.13 માં રહેતાં રસીદાબેન મુનાભાઇ જુણેજા (ઉ.વ.49) એ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાવેલ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે ચંગો, હમીર, અજિત, દિલો, ધમો અને સમીર (રહે. તમામ ભોમેશ્વર પ્લોટ શેરી નં.13) નું નામ આપ્યું હતું.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, ગઈ મોડી રાતે એક વાગ્યાની આસપાસ તેઓ તેમના બને પુત્રવધૂ સાથે ઘરે હતાં. અને તેમના પતિ અને બે પુત્રો બહાર હતા ત્યારે તેમના ઘર પાસે આવેલ રેલ્વેના પાટાની સામેની તરફ રહેતા ચંગો, હમીર, સમીર, અજીત, દીલો તથા ધમો અને અન્ય અજાણ્યા શખ્સો તેણીના ઘરની બહાર પાર્ક કરેલ થાર ગાડી જે તેમના પુત્રના મિત્રની રાખેલ હતી. ધોકા-પાઇપ સાથે ઘસી આવેલા શખ્સોએ ગાડીના કાચ તથા બોનેટમાં તોડફોડ કરતાં હતાં. જેથી ફરિયાદી અને તેમની બંને પુત્રવધુ બહાર નીકળેલ તો શખસો તેમની લોખંડની ડેલીને પણ પાઇપ-ધોકા મારી નુકશાન કરેલ અને ફળીયામાં પડેલ માટલા તથા છોકરાની સાયકલમાં પણ નુકશાન કરેલ હતું. તેમજ ગાળો આપી ત્યાંથી નાસી છૂટ્યા હતાં.
જે બાદ ફરિયાદીએ ઘટનાની જાણ તેના પતિને કરતાં 100 નંબર પર ફોન કરી જાણ કરી હતી. વધુમાં ફરિયાદીએ બનાવનું કારણ જણાવ્યું હતું કે, આગલા દીવસે તાજીયામાં તેણીના પુત્ર મૌસીનને અજીત તથા ગંગા સાથે માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી ચંગો,હમીર,સમીર,અજીત,દીલો, ધમો તથા અન્ય શખ્સોએ ધોકા પાઇપ વડે કારમાં, ડેલીમાં તથા સાયકલમાં નુકસાન કર્યું હતું.બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઇ એન.સી.ડોડીયાએ વધું તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.