આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ વડનગર ખાતે સંસ્કૃત સપ્તાહ ની ઉજવણી
આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગર માં સંસ્કૃત સપ્તાહ ની ઉજવણી
તા.૨૪/૦૭/૨૩ થી તા.૨૮/૦૭/૨૩ સુધી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગર ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા ' સંસ્કૃત સપ્તાહ 'ની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્યશ્રી ડૉ.દિલખુશ ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ.જ્યોત્સનાબેન રાવલ, ડૉ. શરદ બી. દરજી અને પ્રો. યોગેશ્વરી બેને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સપ્તાહમાં શ્લોકગાન, સંસ્કૃત નાટ્ય પરંપરા અને નાટકો, ભગવત ગીતાનું દર્શન, વ્યવહારિક સંસ્કૃત શબ્દો અને સંસ્કૃતમાં સંસ્કૃતનું મહત્ત્વ એમ પાંચેય દિવસ જુદાં જુદાં વિષયો પર ૨૨ જેટલાં વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યાં હતાં. ૬૦ જેટલાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં શ્રોતા તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.જ્યોત્સના રાવલ અને ડૉ. શરદ બી. દરજીએ કર્યું હતું. ડૉ. દિલખુશભાઈ પટેલે પાંચેય દિવસના વિષયને આવરી લેતું અને આ સપ્તાહની ઉજવણી પાછળનો હેતુ દર્શાવતું બીજરૂપ વક્તવ્ય પ્રથમ દિવસે આપ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.