બાલાસિનોરમાં મહોરમ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી, તાજીયાના ઝૂલૂસ સરઘસ કાઢવામાં આવ્યા - At This Time

બાલાસિનોરમાં મહોરમ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી, તાજીયાના ઝૂલૂસ સરઘસ કાઢવામાં આવ્યા


બાલાસિનોરમાં મહોરમ
પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી ક ૨વામાં આવી હતી. જેમાં તાજીયાના ઝૂલૂસ સરઘસ કાઢવામાં આવ્યા હતા. બાલાસિનોર નગર વિસ્તારમાં અ ાજરોજ ૩૦૦ કરતા વધુ તાજીયા ઝુલુસ સરઘસ કાઢવામાં આવ્યા હતા. નગર વિસ્તારમાં [ કરકીટવાસ, મુલતાનપુરા, િનશાળ ચોક,તળાવ દરવાજા સહિત અનેક વિસ્તારના તાજીયા
આ કર્ષણનું કેન્દ્ર બન્યા હતા વધુમાં હુશેની ચોક વિસ્તાર દ્વારા ૩૨ કિલો ચાંદીનો ઉપયોગ કરી તાજીયા બનાવવામાં આવ્યા હતા. આ તાજીયા બનાવતા એક વર્ષ લાગ્યું હતું અને આખા મહીસાગર જિલ્લામાં માત્ર બાલાસિનોરના હુસેની ચોકમાં ચાંદીનો તાજીયા બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરમાં મુસ્લિમ - હિન્દુની એકતા પણ જોવા મળી હતી સમગ્ર વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.