શહેરા નગરમાં જુલુસ કાઢવામાં આવ્યું મોહરમ પર્વને લઇને
શહેરા
ઇસ્લામ ધર્મના મહાન પેગંબર હઝરત મોહમ્મદ સ.અ.વ ના નવાસા હજરત ઈમામ હુસેન અને તેમના 72 જેટલા શૂરવીર સાથીઓ કરબલા મેદાનમાં શાહદત વોહરી હતી. તેમની યાદમાં શહેરા નગરમાં મુસ્લિમ બિરાદરોએ કલાતમક તાજીયા બનાવીને આજે એટલે કે મોહરમ પર્વે જુલુસ કઠ્યું હતું. ગતરોજ સાંજે નવમીના દિવસે પોતાના વિસ્તારમાં થી તાજીયા હુસેની ચોકમાં એકત્રીત કરવામાં આવ્યા હતા. જે આજ રોજ સવારથી જ માનવ મહેલાણ દર્શન કરવા ઉમટી પડ્યા હતા, અને ધન્યતા અનુભવી હતી. આજે યૌવમી આસુરાનું દિવસ હોવાથી મુસ્લિમ બીરાદરો દ્વારા રોજોઓ પણ રાખવામાં આવે છે અને મસ્જિદમા નમાજ અદા કરવામાં આવી હતી. બપોર પછી હુસેની ચોકમાંથી જુલુસ કાઢવામાં આવ્યો હતો તે શહેરા ના વિવિધ વિસ્તારોમાં ફરીને તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા. આ દિવસે મુસ્લિમ બિરાદારોએ પોતાનું ધંધો રોજગાર બંધ રાખીને મોટી સંખ્યામાં જુલુસ મા જોડાયા હતા. અને આ પર્વ એ કોઈ અનિશ્ચિત ધટના ના બને તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
રિપોર્ટર વિનોદ પગી શહેરા
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.