ગરબાડાની ખરોડ નદીમાં જીવના જોખમે માછીમારી કરતા લોકોનો વિડિયો વાઇરલ.
ઉપરવાસ માં ભારે વરસાદના પગલે ગરબાડા ગામમાં પસાર થતી ખરોડ નદી માં નવા નીર આવતા ખરોડ નદીનો ડેમ ઓવર ફલો થયો હતો જેના પગલે નદીમાં ભારે પ્રવાહ વેહતો થયો હતો. એવા નદીના તીવ્ર પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે નદીમાં માછીમારી કરતા માછીમારો ગામે ગામથી ખરોડ નદીમાં માછીમારી કરવા ઉમટી પડ્યા હતા નદીના તીવ્ર પ્રવાહ વચ્ચે જીવનાં જોખમે માછીમારો નો જમાવડો જોવા મળ્યો હતો. ખરોડ નદી એ પાટાડુંગરી જળાશયને જોડતી મુખ્ય નદી છે. જેમાં ગત રાત્રે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે આ ખરોડ નદી માં પુર આવતા પાટાડુંગરી સરોવર માંથી માછલીઓ વહેણ ની દિશા માં આગળ વધે છે.આ માછલીઓ પકડવા ખરોડ નદીમાં વહેતા પાણીના પ્રવાહમાં આજુબાજુ સ્થાનિક લોકો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળી રહ્યા છે.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.