શાકભાજીના ભાવમાં ધરખમ વધારો : ગૃહિણીઓમાં દેકારો, હજુ વરસાદ વરસશે તો ભાવ વધવાની શક્યતા
મોંઘવારીએ માજા મૂકી છે. શાકભાજી, ખાદ્ય તેલ, કઠોળ સહિતની જીવન જરૂરિયાતની કહી શકાય તેવી તમામ વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. આ ભાવ વધારાને લઈને સામાન્ય માણસને હવે જીવવું પણ મુશ્કેલ થઈ ગયું છે. સાથે જ આવકની સામે જાવક પણ એટલી જ નોંધાતા બચત પર પણ અસર થઈ રહી છે. વધતી જતી મોંઘવારીને લઈને ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે અને દેકારો બોલી ગયો છે.
શાકભાજીમાં સતત ભાવ વધારાને લઇને ગરીબ વર્ગ માટે તો ખાવું તો શું ખાવું તેવી સ્થિતિ થઈ ગઈ છે તો સાથે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે. શાકભાજીના ભાવ ની વાત કરીએ તો...
ટમેટા - 150થી 185 કિલો
રીંગણા - 80થી 100 કિલો
ભીંડો - 80 કિલો
દૂધી - 60થી 70 કિલો
ચોરી - 120 થી 150 કિલો
ગુવાર - 150 થી 160 કિલો
જો આગામી સમયમાં વધુ વરસાદ હશે તો ભાવમાં વધારો જોવા મળશે તેવો વેપારીઓ અંદાજ લગાવી રહ્યા છે. જો વરસાદ નહિવત હશે તો આગામી સમયમાં ભાવ ઘટવાની શક્યતા સેવાઈ રહી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.