તરઘડીયા પાસે ગેસ રિફિલિંગ કરતા બે શખ્સો પોલીસ સંકજામાં : 3.24 લાખનો મુદ્દામાલ કબ્જે - At This Time

તરઘડીયા પાસે ગેસ રિફિલિંગ કરતા બે શખ્સો પોલીસ સંકજામાં : 3.24 લાખનો મુદ્દામાલ કબ્જે


તરઘડીયા નજીક જાહેરમાં ગેસ રીફ્લિંગ કરતા બે ડીલેવરીમેનને પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ₹3.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બનાવની વિગત અનુસાર, તરઘડીયા તરફ જવાના રસ્તા વચ્ચે જ નંદ ગોપાલ ભારત ગેસ એજન્સીના ગોડાઉનની બહાર બે શખ્સો ગેરકાયદેસર રીતે ગેસરિફિલિંગ કરી રહ્યા હોવાની માહિતી મળતા કુવાડવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા. બનાવમાં પોલીસે ગોડાઉનની બહાર આ એજન્સીના દેવા ઉર્ફે ચનો મોમા બાંભવા અને ભરત નારણ બકુત્રાને પકડી પાડ્યા હતા. તેમજ તેમની પાસે રહેલા ₹324700નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.