ગિફ્ટસિટી પાસે નદી કિનારે ૬૫૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે - At This Time

ગિફ્ટસિટી પાસે નદી કિનારે ૬૫૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે


ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદી અમદાવાદ સુધી જાય છે અમદાવાદની નદીમાં પાણી ભરીને ત્યાં બન્ને બાજુ રીવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે આજે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે આવી જ રીતે ગિફ્ટસિટીથી પીડીપીયુ વચ્ચે નદીની બન્ને બાજુ પ્રોટેક્ટેડ વોલ ઉભી કરીને અહીં વોક વે, રેસ્ટોરન્ટ સહિત અન્ય સુવિધા ઉભી કરવામાં આવશે. જો કે, આ અંગે હાલની સ્થિતિએ ૬૫૦ કરોડ જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો છે અને દરખાસ્ત સરકારકક્ષાએ મોકલી આપવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.