બાવકા ગામે નદીમાં નવા નીર આવતા જોહાધેડ કોઝવે પાણીમાં ગરકાવ થયો.
કોઝવે પાણીમાં ગરકાવ થતાં બાવકા નિશાળ તેમજ બાવકા જોહધેડ વચ્ચે સંપર્ક તૂટ્યો.
દાહોદના બાવકા ગામે રાત્રિ દરમિયાન મનમૂકીને વરસાદ વરસ્યો હતો જેના પગલે બાવકા ગામના જોહાધેડ નો કોઝવે કાતલિયા નદીમાં નવા નીર આવતા પાણીમાં ગરકાવ થયો હતો ડીપ નાળા પર પાણી વહ્યું હતું જેના પગલે બાવકા નીશળથી બાવકા જોહાઘેડ વચ્ચે સંપર્ક તૂટ્યો હતો તેમજ લોકો જીવના જોખમે કોઝવે પરથી વાહનો લઈ તેમજ પગપાળા પસાર થવા મજબૂર બન્યા હતા નદીમાં નવા નીર આવતા ગામ લોકો પાણી જોવા ઉમટી પડ્યા હતા. સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી જોકે ભારે વરસાદથી બાવકા નીશાળથી બાવકા જોહાધેડ વચ્ચે સંપર્ક તૂટતા લોકો જીવના જોખમે કોઝવે પર થઈ પસાર થવા મજબૂર બન્યા હતાં અને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.