વિસાવદરમાં ભાજપના બે પૂર્વ કોર્પોરેટરો ૩૧મીથી ગાંધી ચીંધ્યા માર્ગે લડી લેવાના મૂડમાં
વિસાવદરમાં ભાજપના બે પૂર્વ કોર્પોરેટરો ૩૧મીથી ગાંધી ચીંધ્યા માર્ગે લડી લેવાના મૂડમાંકોના ઈશારે કે ક્યાં કાયદા હેઠળ લોકોની સુવિધાઓને મુશ્કેલ બનાવાય છે.પોતાના વિસ્તારના ૧૦૮ તરીકે ઓળખાતા ભારે લોકપ્રિયતા ધરાવતા ભાજપના વર્ષોથી ચૂંટાતા પૂવૅ કોર્પોરેટરો નિલેશ દવે અને જશુભા બસિયાએ આજે છડેચોક એલાન કર્યું છે કે ગાયત્રી પ્લોટ સહિતના વિસ્તારોના ૬૫૦ રેશનકાર્ડ હનુમાનપરા વિસ્તારની સસ્તા અનાજની દુકાનમાં મર્જ કરવાના વહીવટીતંત્રના તઘલઘી નિર્ણયનો ઉગ્ર વિરોધ કરેલ છે જો આ અંગે ફેર નિર્ણય ન કરાય તો તા.૩૧ જુલાઈ સોમવારથી ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનના મંડાણ કરવાની જાહેરાત કરી છે.
સ્થાનિક મામલતદારને આ બન્ને પૂર્વ કોર્પોરેટરોએ લેખિતમા જણાવ્યુ છે કે, આપને તા.૧૭/૦૭/૨૦૩ના રોજ વિસ્તારના રેશનકાર્ડ હનુમાનપરામા ન કરવા બાબતની લેખિત અરજી આપેલ હતી તેમ છતા આપે અમારી ગાયત્રી પ્લોટની દિન દયાળ ગ્રાહક ભંડારની
હનુમાનપરાની દુકાનમાં મર્જ કરાતા વિરોધ-વંટોળ
દુકાન હનમાન પરામાં મર્જ કરેલ છે. જેથી આ દુકાન ખાતેના ૬૦૦ થી વધુ ગરીબ ગ્રાહકોને પરેશાની વેઠવી પડે છે.જે દુકાન જુના સ્થળે રાખવા ફેર નિર્ણય કરવા અપીલ છે. આ બન્ને કોર્પોરેટરોએ અગાઉ તા.૧૭-૭-૨૦૨૩ના રોજ સ્થાનિક મામલતદારને લેખિત રજુઆત કરેલ છે.
કે,વિસાવદર શહેરમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની ગાયત્રી પ્લોટ વિસ્તારની દુકાનનુ સ્થળ હનુમાનપરા વિસ્તારમાં ફેરવાતા અમારા ડાંક બંગલા પ્લોટ, ગાયત્રી પ્લોટ વિસ્તારના આશરે ૬૨૫ થી વધારે રેશનકાર્ડને હનુમાન પરા વિસ્તારમાં આવેલી દુકાનને ખસેડવામાં આવતા ગ્રાહકોને હેરાન થવું પડે તેમજ ઘણીબધી તકલીફનો સામનો કરવો પડે તેમ હોય, માટે આ બાબતે આ દુકાનનું મર્જ અન્ય દુકાનમાં ના કરવા અને ગાયત્રી પ્લોટ વિસ્તારમાં જ દુકાન રાખવામાં આવે તેવી અપીલ છે.દુકાન અન્ય જગ્યાએ મર્જ થશે તો ગ્રાહકો તથા અમો ગાંધી ચિંધ્યામાર્ગે ઉપવાસ આંદોલન પર જવાની ફરજ પડશે અને રેશનકાર્ડનો માલ પણ જતો કરશું તેમ જણાવાયુ હતુ, પરંતુ વહીવટીતંત્રએ લેશમાત્ર રજુઆત પ્રત્યે લક્ષ ન આપતા સત્યાગ્રહનો નિર્ણય લેવાયો છે.
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.