૫૦ બેડ, ૧૦ આઈ.સી.યુ. બેડ, ડાયાલિસિસ, ટી.એમ.ટી., લેબોરેટરી, એન્જ્યોગ્રાફી, એન્જ્યોપ્લાસ્ટિ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ૨૪ કલાક ઈમરજન્સી મેડિકલ ફેસેલિટી અવેલેબલ ટૂંક સમયમાં આયુષ્માન ભારત કાર્ડ જેવી સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવશે
અમરેલી ખાતે બિમ્સ આસ્થા હોસ્પિટલનો દબદબાભેર પ્રારંભ
૫૦ બેડ, ૧૦ આઈ.સી.યુ. બેડ, ડાયાલિસિસ, ટી.એમ.ટી., લેબોરેટરી, એન્જ્યોગ્રાફી, એન્જ્યોપ્લાસ્ટિ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ૨૪ કલાક ઈમરજન્સી મેડિકલ ફેસેલિટી અવેલેબલ
ટૂંક સમયમાં આયુષ્માન ભારત કાર્ડ જેવી સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવશે
અમરેલી ખાતે વર્ષોથી કાર્યરત ડૉ. એ.એન.પરમાર (એમ.ડી.)ની આસ્થા હોસ્પિટલને અદ્યતન સુવિધાઓ સાથે બિમ્સ આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવેલ છે.
ગત રવિવારે ગુજરાત વિધાનસભાના ઉપદંડક અને અમરેલીના યુવા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ, આર્ષ અધ્યયન કેન્દ્ર અમરેલીના શ્રી નિત્યશુદ્ધાનંદ સ્વામીએ પૂજા કરાવી દિપીકાબેન તથા ડૉ અશોક પરમારને આશિર્વચન પાઠવ્યા હતાં. આ તકે જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. કાનાબાર, પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, એ.પી.એમ.સી.ના ચેરમેન શૈલેષભાઈ સંઘાણી, નગરપાલિકાના કારોબારી ચેરમેન સૂરેશભાઈ શેખવા, શીતલ આઈસ્ક્રીમના ભૂપતભાઈ ભુવા, દિનેશભાઈ, વસંતભાઈ મોવલિયા, જીતુભાઈ ડેર, જે.પી.સોજીત્રા, વનરાજભાઈ, સિનિયર તબીબો ડૉ. એસ.આર.દવે, ડૉ. પી.પી.પંચાલ, ડૉ. ડી.એમ.ઉનડકટ, આઈ.એમ.એ. ના ડૉક્ટર્સ, સિનિયર એડવોકેટ બકુલભાઈ પંડ્યા, જે.એલ.સોજીત્રા, મૃણાલભાઈ ગાંધી, બિપીનભાઈ જોષી, ટીકુભાઈ વરૂ, જયેશભાઈ ટાંક, દિપકભાઈ વઘાસિયા, જયેશભાઈ પંડ્યા, બિમલભાઈ રામદેવપૂત્રા, મૂકેશભાઈ પંચાલ, અમિતભાઈ કાકડિયા, વિપુલ ભટ્ટી વગેરેએ શુભકામનાઓ પાઠવી હતી.
ડૉ. પરમારના સહાધ્યાયી મિત્રો ડૉ. તુષાર કથિરિયા (રાજુભાઈ), ડૉ. પિયુષ ગોસાઈ, ઈન્દ્રજીતભાઈ દેસાઈ, તેજસભાઈ દેસાઈ સહિત બિમ્સ હોસ્પિટલના ડીરેકટર હિમાંશુંભાઈ પટેલ, કેતનભાઈ પારેખે સૌ મહેમાનોને આવકાર્યા હતાં. બિમ્સ આસ્થા હોસ્પિટલના યુનિટ હેડ સુરજસિંહે હોસ્પિટલની અમરેલી ખાતે ઉપલબ્ધ થનાર આરોગ્ય સેવા તેમજ અદ્યતન સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.