રાજકોટ મિનિ જાપાન બની રહ્યું છે - વડાપ્રધાન - At This Time

રાજકોટ મિનિ જાપાન બની રહ્યું છે – વડાપ્રધાન


કેમ છો બધા, વિજયભાઇ મને કાનમાં કહેતા હતા અને મેં પણ નોટિસ કર્યું કે, રાજકોટમાં કાર્યક્રમ હોઇ, રજાનો દિવસ ન હોય અને બપોરનો સમય હોય, આ સમયે સભા કરવાનો કોઇ વિચાર પણ ન કરે, પરંતુ આટલી મેદની, રાજકોટે બધા વિક્રમ આજે તોડી નાખ્યા, રાજકોટને બપોરે સુવા માટે સમય જોઇએ, નવા એરપોર્ટ અને મલ્ટિલેવલ ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ રાજકોટ માટે આજે મોટો દિવસ છે. આ વાત રેસકોર્સ ખાતેની જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇએ જંગી મેદનીને સંબોધતા કહી હતી.

નરેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, વીતેલા વર્ષોમાં રાજકોટને મેં દરેક પ્રકારે આગળ વધતું જોયું છે. હવે રાજકોટની ઓળખ સૌરાષ્ટ્રના ગ્રોથ એન્જિન તરીકે થઇ રહી છે. અહીંયા ઉદ્યોગ ધંધા છે, સંસ્કૃતિ છે, ખાન-પાન છે, બધું જ છે, પરંતુ એક વાતની કમી મહેસૂસ થતી હતી. તમે પણ વારંવાર કહેતા રહેતા હતા પરંતુ આજે એ કમી પણ પૂરી થઇ ગઇ છે. થોડા સમય પહેલા હું નવા એરપોર્ટ પર હતો ત્યારે તમારી ખુશીનો મને ત્યાં પણ અહેસાસ થતો હતો. હું હંમેશાં કહું છું. રાજકોટે મને ઘણું બધું શિખવ્યું છે. મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો, મારી રાજનીતિની યાત્રાની શરૂઆતમાં લીલીઝંડી બતાવવાનું કામ રાજકોટે કર્યું છે. એટલે મારા પર રાજકોટનું કર્ઝ હંમેશા રહ્યું છે અને મારી પણ કોશિશ રહી છે કે એ કર્ઝને ઓછું કરતો રહું. આજે રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.