રાજકોટના સૌપ્રથમ ફ્લાયઓવર બ્રિજ પર સેલ્ફી લેવા લોકો ટોળે વળ્યા, મોડીરાત સુધી વાહનોની લાંબી લાઈનો લાગી
રાજકોટના કેકેવી ચોકમાં મનપાએ પ્રથમ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કર્યું છે. ગઈકાલે વડાપ્રધાન મોદી દ્વારા આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવતા રાજકોટના લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે આ બ્રિજ પરથી પસાર થવાનો આનંદ માણવા હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. અનેક વાહનચાલકો પરિવાર અને મિત્રો સાથે બ્રિજ પર સેલ્ફી લેવા ટોળે વળ્યા હતા. જેને કારણે પ્રથમ રાત્રે જ ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.