એ.આર.ટી.ઓ દ્વારા રોડ સેફટી અંતર્ગત સ્કૂલ વાનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
એ.આર.ટી.ઓ દ્વારા રોડ સેફટી અંતર્ગત સ્કૂલ વાનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
સ્કૂલ વાન ચેકીંગની કામગીરી સઘન રીતે કરવા અમરેલી એ.આર.ટી.ઓ. કાર્યરત
અમરેલી તા.૨૮ જુલાઈ, ૨૦૨૩ (શુક્રવાર) એ.આર.ટી.ઓ દ્વારા રોડ સેફટી અંતર્ગત અમરેલીમાં સ્કૂલ વાનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રોડ સેફ્ટી અંતર્ગત ઝુંબેશને લઈને વિવિધ શાળાઓના વાહનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આર.ટી.ઓ ઈન્સપેક્ટર શ્રી નિર્મલ રાઠોડે જણાવ્યુ કે, શાળાઓના વાહન ચાલકોને રોડ સેફ્ટીના નિયમોથી માહિતગાર કરવામાં આવશે. તેમને રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરવાનું અને માર્ગ સલામતી માટે જાગૃત્ત રહેવા માર્ગદર્શન આપવામાં આવશે. શાળાએ જતાં બાળકો એ ભારતનું ભવિષ્ય છે, માર્ગ પર તેમની સલામતી રહે તે માટે માર્ગદર્શન આપી તેમને જાગૃત્ત કરવા રોડ સેફ્ટી અંતર્ગત વધુમાં વધુ માહિતગાર કરવા જરુરી છે. અમરેલીમાં સઘન ચેકીંગ અંતર્ગત આરટીઓ અમરેલીની ટીમ દ્વારા સ્કૂલ પરમીટ ન ધરાવતા ૯ જેટલા વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. વાહન ડિટેઇન કરવાની સાથે સ્કૂલ વાહનની પરમીટ લેવા માટેની પ્રક્રિયા વિશે પણ તેમને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. સઘન ચેકિંગ કામગીરીની ઝુંબેશ સમયે વાહન ડિટેઈન કરવામાં આવ્યા ત્યારે આ પરિસ્થિતિમાં કેટલાક વાહન ચાલકો દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલથી દુર ઉતારી દેવામાં આવ્યા હતા અને વાહન ચાલક વાહન અને બાળકોને છોડી જતા રહ્યા હતા આવા સમયમાં આર.ટી.ઓની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સ્ફુલ સુધી મૂકવા જવાની વ્યવસ્થા આર.ટી.ઓ કચેરી દ્વારા કરવામાં આવી હતી. સરકારી વાહનમાં લઈ જઈ વિદ્યાર્થીઓને તેમની સ્કૂલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આર.ટી.ઓ અમરેલી દ્વારા માર્ગ સલામતી માટે કામગીરી હાથ ધરવામાં હતી. સઘન વાહન ચેકિંગ ઝુંબેશમાં આર.ટી.ઓ કચેરીના ઇન્સ્પેક્ટરશ્રી પી. આર. પઢીયાર, શ્રી નિર્મલ રાઠોડ, શ્રી જય પટેલ, શ્રી મનોજ ઠુમર, શ્રી બાંભણીયા, શ્રી મીત શાહ, શ્રી રાઠોડ, શ્રી મકવાણા, શ્રી ખીમસૂરિયા સહિત જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.