હિંમતનગર ખાતે ત્રણ વર્ષ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
*હિંમતનગર ખાતે ત્રણ વર્ષ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ*
**************
*ક્રિયેટીવ ટેલેન્ટ, કોમ્યુનિકેશન સ્કીલ ,આત્મ દિશા તેમજ કેરિયર ગાઈડલાઇન્સ વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણનીતિ ઉપયોગી બનશે*
**************
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરને ધ્યાનમાં રાખીને હિંમતનગર કેન્દ્રીય વિદ્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
કેન્દ્રીય વિદ્યાલયના આચાર્યશ્રી દીપક આહિરે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના શ્રેષ્ઠ ભારત, સમર્થ ભારતના સંકલ્પને આ નીતિ સાર્થક કરાવશે. નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવી વિધાર્થીઓ ક્રિએટિવ દિમાગે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને છેલ્લા ૩ વર્ષમા આ નીતિના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. વર્ષ-2030 સુધીમાં ધો-૧ થી ૧૦માં ૧૦૦ ટકા નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉપરાંત શાળાના વાતાવરણમા બાળકો સરળતાથી ભળી જાય તે માટે તેમને ત્રણ વર્ષ થયાથી બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આમ, બાળક 6 વર્ષનું થયા પછી ધો-1માં પ્રવેશ આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ, ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરે, વાર્તા અન્ય શૈક્ષણિક ઉપકરણોનો મહત્તમ ઉપયોગ, ટેકનિકલ શિક્ષણ આપવાની સાથે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા વધે તે માટે આ નીતિ મહત્વની છે. ભવિષ્યમાં જે ક્ષેત્રમાં તક રહેલી છે, તેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વગેરે જેવી બાબતોના કૌશલ્યો વિદ્યાર્થીઓ શીખી શકે તેને આ શિક્ષણનીતિ હેઠળ વણી લેવામાં આવ્યાં છે.
નવી શિક્ષણ નીતિમાં કૌશલ્યવર્ધન પર ભાર આપી ડિગ્રીને મહત્વ નહીં પરંતુ સ્કિલ એટલે કે આવડત પર ભાર મૂકવામાં આવ્યું છે. જેથી બેરોજગારીની સમસ્યા પણ હલ થશે. ઉપરાંત વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે.
હાલમાં નવી શિક્ષણ નીતિને કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજ્યસ્તરે પણ લાગુ કરવામાં આવશે. જો કે, નવી શિક્ષણ નીતિની અમુક બાબતોની અમલવારી થઈ ચૂકી છે. તેમ પ્રેસ મીડિયાના મિત્રોને જાણકારી આપી હતી.
કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગરના આચાર્ય દીપક આહિરે તથા જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય બી.આર.મીણાએ નવી શિક્ષણ નીતિ વિશે મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ નવી શિક્ષણ નીતિ વિશે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ કોન્ફરન્સમાં પત્રકારમિત્રો, શિક્ષકગણ,વિધ્યાર્થીઓ તેમજ કેન્દ્રીય વિદ્યાલય ના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.