વડાપ્રધાનના કાર્યક્રમમાં આવેલ ચીભડાના ખેડૂતનું ખિસ્સું કપાયું : 25 હજારની ચોરીની ફરિયાદ
રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં આવેલ ચીભડાના ખેડૂતનું ખિસ્સું કપાયું હતું. જેમાં 25 હજારની ચોરીની ફરિયાદ થઈ છે. રાજકોટના રેસકોર્સ ખાતે સભા હતી, બસમાંથી ઉતરી છગનભાઈ પટેલ, મિત્ર મનસુખભાઇ વેકરીયા, સહકારી મંડળીના પ્રમુખ મુકેશભાઇ વસોયા વગેરે સાથે ચાલીને સભા ડોમમાં પહોંચ્યાંને ખિસ્સું કપાયાનો ખ્યાલ આવ્યો હતો. પ્રદ્યુમનનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી છગનભાઇ મીઠાભાઇ ટીંબડીયા (પટેલ) (ઉવ.50, રહે.ગામ-ચીભડા, પ્લોટ વિ સ્તાર તા.લોધીકા)એ ફરિયાદમાં જણાવ્યું કે, ચીભડા ગામે મારે ખેતીની જમીન આવેલ છે. જેમાં ખેતી કામ કરી મારૂ ગુજરાન ચલાવું છું. ગઈકાલે તા.27/07/2023ના રોજ રાજકોટ શહેર ખાતે વડાપ્રધાન પધારવાના હોય અને રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં સભા હોય જેથી હું તથા અમારા ગામના મારા મિત્ર મનસુખભાઇ વેકરીયા, અમારા ગામની સહકારી મંડળીના પ્રમુખ મુકેશભાઇ વસોયા, ગામના બીજા પાત્રીસ માણસો સરકારી બસમાં બપોરના આશરે પોણા ત્રણેક વાગ્યાના વખતે અમારા ગામથી રાજકોટ વડાપ્રધાનના કાર્યક્રમાં આવવા માટે નીકળેલ હતા.
પોણા ચારેક વાગ્યે પહોંચેલ અને અમે બસમાંથી ઉતરી ચાલીને સભાસ્થળે જતા હતા. આ વખતે મેં મારા ખીસ્સા તપાસેલ હતા જેમાં મેં રાખેલ રોકડા રૂ.25,750 ખીસ્સામાં જેમના તેમ હતા. ત્યાર બાદ અમે રેસકોર્સ ગ્રાઉન્ડમાં સભા સ્થળે ચાલીને ડોમમાં ગયેલ હતા. ત્યાં બેસી મેં મારા ખીસ્સા તપાસતા મારા ખીસ્સામાં રાખેલ રોકડા રૂપિયા જોવામાં આવેલ નહીં.
જેથી મેં તથા મારા મિત્ર મનસુખભાઇ વેકરીયા અમે જે રસ્તેથી ચાલીને આવ્યા હતા તે રસ્તે તપાસ કરી, પરંતુ મારા રોકડા રૂપીયા મળી આવેલ નહીં. જેથી અમને ચોક્કસ પણે ખાતરી થયેલ કે મારા ખીસ્સામાં રહેલ રોકડા રૂ.25,750 બસમાંથી ઉતરીને હું ચાલીને સભા સ્થળે ગયેલ આ સમય દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સે ચોરી કરી લઇ ગયેલ. જેથી હું પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા માટે ગયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.