રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા અમરાપુર કોલેજમાં “ગ્રામાલોક” કાર્યક્રમનું ભવ્ય આયોજન
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા અમરાપુર કોલેજમાં “ગ્રામાલોક” કાર્યક્રમનું ભવ્ય આયોજન
સાહિત્ય અકાદમી તથા માતૃશ્રી દુધીબેન ડાયાભાઇ ભીમાણી અને કાશીબેન નારણભાઈ ગેવરીયા કોલેજ, અમરાપુરના સંયુક્ત ઉપક્રમે તા: ૨૬-૦૭-૨૦૨૩, બુધવારના રોજ “ગ્રામાલોક” શીર્ષકથી એક વીશીષ્ટ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાથના રજુ કરવામાં આવી ત્યારબાદ આ કાર્યક્રમના મુખ્ય અતિથી અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ના કુલપતિશ્રી ડો. ગિરીશભાઈ ભીમાણી સાહેબ તથા ગુજરાતી પરામર્શ મંડળ, સાહિત્ય અકાદમીના સભ્ય ડો. જે.એમ. ચન્દ્રવાડિયાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ‘ગ્રામાલોક’ ની ભૂમિકા અને સાહિત્ય અકાદમીની કાર્યપધ્ધતીનો સુપેરે પરિચય ડો. જે.એમ. ચન્દ્રવાડિયાએ કરાવ્યો મુખ્ય અતિથી ડો. ગિરીશભાઈ ભીમાણી સાહેબે તેમના પ્રવચનમાં ભારતીય જીવનમૂલ્યોનો મહિમા સમજાવીને ગ્રામ્ય સંસ્કૃતિની મહત્વપૂર્ણ ભૂમિકા પ્રસ્તુત કરીને સૌને ભાવવિભોર કરી દીધા ત્યારબાદ ડો. કેતન કાનપરિયાએ તથા કવિશ્રી સ્નેહી પરમારે કાવ્યપાઠ દ્વારા ઉપસ્થિત સૌને રસતરબોળ કરી દીધા સૌરાષ્ટ્રના પન્નાલાલ પટેલ તરીકે ઓળખાતા ગ્રામ્ય સંસ્કૃતિ તથા ગ્રામ્ય સંવેદનાની પોતાની વાર્તાઓ નવલકથાઓમાં રજૂઆત કરનારા સર્જક શ્રી ગોરધનભાઈ ભેસાણીયાએ પોતાની સર્જન કેફિયતની રજુ કરી. આ કાર્યક્રમમાં સાહિત્ય રસિકો શ્રી ઉદયભાઈ દેસાઈ,વાસુદેવભાઈ સોઢા, દિવ્યાબેન સોજીત્રા કોલેજ સ્ટાફ પરિવાર તથા આમત્રિત મહેમાન જયદીપભાઈ પટેલ સાહેબ,ઢોલરીયા સાહેબ, સાધુ સાહેબ, વિસાવડીયા સાહેબ, રમેશભાઈ ભીમાણી, શ્રીપાલભાઈ,મનુભાઈ સાવલિયા તથા અમરાપુર સ્કુલ અને હાઇસ્કુલનો સમગ્ર સ્ટાફ અને વિશાળ સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. કેતનભાઈ કાનપરિયાએ કરેલ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.