તાંતરોલી મહીસાગર નદી કીનારે દશામાના વિસર્જન માટે ભકતોનુ ઘોડાપુર - At This Time

તાંતરોલી મહીસાગર નદી કીનારે દશામાના વિસર્જન માટે ભકતોનુ ઘોડાપુર


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર પાસે આવે તાંતરોલી મહીસાગર નદીના પુલ પાસે દશામાની મૂર્તિને વાજતે મગાજતે ઢોલ નગારા સાથે શ્રધ્ધા પૂર્વક વિદાઇ આપવામાં આવી હતી,

મોટી સંખ્યામાં ભક્તો દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા ઉમટ્યા હતા.આમ મહીસાગર જિલ્લામાં દશામાના માતાજીના વ્રતનો છેલ્લા દિવસે વ્રત કરનારી મહિલાઓએ આખી રાત જાગરણ કરતા હોય છે અને વહેલી પરોઢે માતાજીની મૂર્તિઓને ભારે ભકિતભાવ પૂર્વક વિદાઇ અપાઇ હતી. મા દશામાની મૂર્તિની વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળ ઉડાડીને ભાવભરી વિદાઇ આપવામાં આવી હતી.વહેલી સવારે મોટીસંખ્યામાં મહિલાઓ જય દશામાં જય દશામાંના જયકારા સાથે મૂતિઓનુ વિસર્જન માટે ઉમટતાં હતા‌.અને‌ મેળાનો માહોલ જેવો નજારો જોવા મલ્યો હતો‌.દશામાની મૂતિઓની વિસર્જન યાત્રામાં પણ શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.મા દશામાની ધુન સાથે અબીલ ગુલાલની છોળો સાથે સ્થાપક સ્થાનોએથી વિસર્જન યાત્રાઓ નીકળી હતી.અને વિસર્જન સ્થળોએ માતાજીનાં જયજયકાર સાથે પહોંચીને દશામાને ફરીથી વહેલા આવજોની લાગણી સાથે મૂતિઓનું વિસર્જન કયું હતુ
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.