જાફરાબાદ માનવસેવા મંડળ દ્વારા આયોજીત કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ ના શહિદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
જાફરાબાદ માનવસેવા મંડળ દ્વારા આયોજીત કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ ના શહિદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
જાફરાબાદ નું માનવસેવા મંડળ દ્વારા વર્ષોથી કારગિલ વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. અને સેનાના વીર જવાનો ને યાદ કરવામાં આવે છે. આજે ૨૬ મી જુલાઈ એ સમગ્ર દેશ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે ૨૪, વર્ષ પહેલાં ૧૯૯૯ માં આજના દિવસે કારગીલ ના સૈનિકો એ શિખરો પર ઘૂસી ગયેલા દુશ્મનને ભગાડી ને વિજય જાહેર કર્યો હતો આ અવસર પર જાફરાબાદ માનવસેવા મંડળ ના પ્રમુખ શ્રી રમેશભાઈ ચુડાસમા દ્વારા કારગિલ યુધ્ધ માં શહીદ થયેલા સૈનિકોને ભારતીય સેનાના નાયકોને યાદ કર્યા અને શ્રધ્ધાંજલિ દિનની ઉજવણી કરવામાં આવે છે. વિજય દિવસ ભારતના તે અદ્ભૂત બહાદુરોની સૌર્ય ગાથા ને સામે લાવે છે. જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશે આ ખાસ દિવસે જાફરાબાદ વેપારી એસોસિયેશન તથા રાજકીય અગ્રણીઓ તથા માનવસેવા મંડળ ના સભ્યો તથા બહળી સંખ્યામાં લોકો દ્વારા મૌન રાખીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી ૧૯૯૯ માં દેશમાં સૈનિકો એ ભારતની રક્ષા માટે જે બહાદુરી દર્શાવી હતી તે સુવર્ણ અક્ષરોમાં લખાશે આજે આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહી એ છીએ કારણ કે આપણા સૈનિકો એ ૦ ડિગ્રી થી ઓછા તાપમાન માં ઓકિસજનની અછત હોવા છતાં તેમની બંદૂકો ક્યારેય નીચે કરી નથી આજે કારગીલ માં ભારતનો ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. કારણ કે ૧૯૯૯ માં ભારતના સૈનિકોએ પોતાની બહાદુરી નો પરિચય આપતાં દુશ્મનો ની છાતી પર તિરંગો ફરકાવ્યો હતો આજે કારગીલ વિજય દિવસ કરોડો દેશવાસીઓ ઓનો સન્માનનો વિજય દિવસ છે.આતે તમામ પરાક્રમી યોધ્ધા ઓને શ્રધ્ધાંજલિ આપવા નો દિવસ છે. જેમણે પોતાની માતૃભૂમિના દરેક કણની આકાશથી ઉંચી ભાવના અને પર્વતની જેમ ચુસ્ત સંકલ્પ સાથે રક્ષણ કર્યું માતાના બહાદુર સૈનિકોએ પોતાના બલિદાન થી આ વસુંધરા સર્વોપરી નું ગૌરવ માત્ર જાળવી રાખ્યું નથી પરંતુ તેમની જીતેલી પરંપરા ઓને પણ જીવંત રાખી છે. આ પ્રસંગે જાફરાબાદ તાલુકાના વાંઢ ગામની કોળી સમાજની દિકરી પુરણ બેન સાંખટ આર્મીની ટ્રેનીંગ પુરી કરી વતનમાં પરત આવતા તેએનુ પણ ફુલહારથી તેમજ મોમેટો આપી સન્માન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર
કિશોર આર. સોલંકી
જાફરાબાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.