હિંમતનગર નજીકના સવગઢની સીમમાં આવેલ સર્વે નં.૧૦૯ પૈકીની બીનખેતી લાયક જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી લોખંડનો વેપાર
હિંમતનગર નજીકના સવગઢની સીમમાં આવેલ સર્વે નં.૧૦૯ પૈકીની બીનખેતી લાયક જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી લોખંડનો વેપાર કરતા તેમજ સવગઢના સર્વે નં.૧૪૧/૨ના પ્લોટ પરના મકાનનો ગેરકાયદેસર કબ્જો કરી મિલકતો પચાવવા સાથે જાનથી મારવાની ધમકીઓ આપવાની બન્ને ઘટનાઓ સંદર્ભે મિલકત ધારકોએ હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. ગ્રામ્ય પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે.
– જીલ્લા કલેકટરને અરજી કર્યા બાદ જીલ્લા કલેકટરએ મિલકત પચાવનાર શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરવા આદેશ કર્યો
ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખેડબ્રહ્માના ખેડુત અને વીમા એજન્ટ જીગ્નેશકુમાર રામાભાઈ પટેલે નોંધાવેલ ફરીયાદ મુજબ સવગઢના સર્વે નં.૧૪૧/૨ની બિન ખેતીલાયક જમીનના પ્લોટો પૈકી પ્લોટ નં.૧માં ૧૩૩-૧૮૭ ચોરસ મીટર જમીનમાં મકાનનું બાંધકામ કર્યુ હતુ. જે મકાન પર ભિલોડાના જાહીદઅબ્બાસ કાદરભાઈ મનસુરીએ અનઅધિકૃત અને ગેરકાયદેસ૨ ૨ીતે કબ્જો કરી પચાવી પાડતા જીગ્નેશકુમાર પટેલે મકાન ખાલી કરવાનું કહેતા તેમને અપશબ્દો બોલી જાનથી મારવાની ધમકીઓ આપી હતી. મિલકત પચાવવાના મામલે તેમણે જીલ્લા કલેકટરને અરજી કર્યા બાદ જીલ્લા કલેકટરએ મિલકત પચાવનાર શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરવા આદેશ કર્યો હતો. જેથી મિલકત ધારક જીગ્નેશકુમાર પટેલે પોતાની મિલકત પચાવી જાનથી મારવાની ધમકી આપનાર મુળ ભિલોડાના અને હાલ સવગઢમાં રહેતા જાહિદઅબ્બાસ કાદરભાઈ મનસુરી વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબીંગ એકટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.