અરજદારોના પ્રશ્નોને પ્રત્યક્ષ સાંભળીને નિરાકરણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી એન. એન દવે - At This Time

અરજદારોના પ્રશ્નોને પ્રત્યક્ષ સાંભળીને નિરાકરણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી એન. એન દવે


*જિલ્લા કલેક્ટરશ્રી એન. એન દવેની અધ્યક્ષતામાં " જિલ્લા સ્વાગત કાર્યક્રમ" યોજાયો*
************
*જિલ્લા સ્વાગતમાં ૨૨ અરજીઓનુ સકારાત્મક નિકાલ*
*************
*અરજદારોના પ્રશ્નોને પ્રત્યક્ષ સાંભળીને નિરાકરણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી એન. એન દવે*
***************
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી એન. એન દવેની અધ્યક્ષતામાં " જિલ્લા સ્વાગત કાર્યક્રમ" કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૨ અરજીઓનું સુખદ સમાધાન કરવામાં આવ્યું જ્યારે ૧ અરજી પેડિંગ રાખવામાં આવી હતી. લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રિવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.
આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આજના આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લોક પ્રશ્નોનુ સંતોષકારક સમાધાન કરવામાં આવ્યું છે. લોકોના પ્રશ્નોનુ હકારાત્મક નિરાકરણ કરવા માટે સરકાર અને વહીવટીતંત્ર કટિબદ્ધ છે. વધુમાં કલેક્ટરશ્રીએ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જમીન દબાણ, ખેતી લાયક જમીનમાં પ્રવેશવાના રસ્તાની રજૂઆત, જમીનના બોજા નોંધણી, જમીન સર્વે,પ્લોટ ફાળવણી, આવાસ યોજના વગેરે જેવા લોક પ્રશ્નોનુ હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ડી.વાય.એસ.પી. પાયલ સોમેશ્વર પોલીસ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.