ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય ભરતી અંગેની જાહેરાત.
રાજયની રજીસ્ટર્ડ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિયામકશ્રી શાળાઓની કચેરીના અધ્યક્ષપણા હેઠળ રાજ્ય કક્ષાની આચાર્ય પસંદગી સમિતિ દ્વારા તા-૧૧/૦૫/૨૦૨૩ ના રોજ દૈનિક વર્તમાનપત્રમાં આચાર્યોની ભરતી માટેની જાહેરાત આપવામાં આવેલ. જે અન્વયે ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવેલ. અરવલ્લી જિલ્લામાં ૭૪ શાળાઓમાં આચાર્યોની ભરતી માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે, જે અનુસાર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની અધ્યક્ષતા હેઠળ દરેક શાળાની શાળા પસંદગી સમિતીની રચના કરવામાં આવેલ છે, આગામી તારીખ -૨૮/૦૭/૨૦૨૩ ના રોજથી આચાર્યશ્રીની પસંદગી માટેના ઈંટરવ્યુ પ્રક્રિયાની શરૂઆત થશે, જે આગામી તારીખ -૧૧/૦૮/૨૦૨૩ સુધી ચાલશે.સમગ્ર ઈંટરવ્યુ પ્રક્રિયા મોડેલ સ્કુલ,મેઘરજ ખાતે કરવામાં આવનાર છે. ચાલુ સાલે સરકારશ્રી દ્વારા સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન તેમજ પારદર્શક રીતે કરવામાં આવનાર છે, તમામ ઉમેદવારોને ઈંટરવ્યુ કોલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઓનલાઈન અપલોડ કરવામાં આવેલ છે જે ઉમેદવારે સ્વયમ ડાઉનલોડ કરી ઈન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. ઈન્ટરવ્યુ બાદ તુરંત કેમ્પના સ્થળે જ પસંદ થયેલ ત્રણ ઉમેદવારોની યાદી નોટીસ બોર્ડ ઉપર જાહેર કરીને પ્રથમ ક્રમના ઉમેદવારને તુરંત જ ભલામણ પત્ર જે તે શાળાને આપવામાં આવશે અને શાળા દ્વારા કેમ્પના સ્થળ ઉપર જ પ્રથમ ક્રમે આવનાર ઉમેદવારને નિમણૂક હુકમ પણ આપવામાં આવશે, આમ સમગ્ર પ્રક્રિયા કેમ્પના સ્થળે પૂર્ણ કરવામાં આવનાર છે. અરવલ્લી જિલ્લામાં ઉમેદવારી કરનાર તમામ ઉમેદવારોને ખાસ અપીલ કરવામાં આવે છે કે આપને ઈન્ટરવ્યુ કોલલેટર ઓનલાઈન આવેલ છે, જેની ખાત્રી કરી લેવા જણાવવામાં આવે છે. આમ તમામ શાળાઓને આચાર્ય મળી રહે તે હેતુસર સરકારશ્રી દ્વારા ઉપર મુજબની આચાર્ય ભરતી અંગેની કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવે છે તે મુજબ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અરવલ્લી દ્વારા સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.આ બાબતે અરવલ્લી જિલ્લાના વિવિધ સંઘોના હોદ્દેદારશ્રીઓ અને સભ્ય સચિવશ્રી સાથે એક સંકલન બેઠકનું આયોજન આજ રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કરવામાં આવેલ જેમાં અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ, સંચાલક્મંડળમાંથી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ,માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ ઉપસ્થિત રહેલા. હોદ્દેદારશ્રીઓએ સમગ્ર પ્રક્રિયાને શુભકામનાઓ પાઠવેલ છે. સમગ્ર પ્રક્રિયા વડી કચેરીની સુચના મુજબ પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.