વિસાવદર કોર્ટમાં બન્ને ન્યાયાધીશોએ રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કર્યું :બાર તથા બેન્ચના સભ્યોની વિશેષ હાજરી - At This Time

વિસાવદર કોર્ટમાં બન્ને ન્યાયાધીશોએ રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કર્યું :બાર તથા બેન્ચના સભ્યોની વિશેષ હાજરી


વિસાવદર કોર્ટમાં બન્ને ન્યાયાધીશોએ રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કર્યું :બાર તથા બેન્ચના સભ્યોની વિશેષ હાજરીવિસાવદરતા.વિસાવદર કોર્ટમાં આજરોજ તા.૨૭ ના રોજ એડિશનલ સેસન્સ જજ શ્રી જે.એલ.શ્રીમાળીસાહેબ તથા વિસાવદર સિવિલ કોર્ટના પ્રિન્સીપાલ સિવિલ જજ શ્રી એસ.એસ.ત્રિવેદીસાહેબ દ્વારા બારએસોસિએશન ના પ્રમુખ કમલેશભાઈ જોશી તથા બાર એસોસિએશન ના સદસ્યો અને સિનિયર એડવોકેટશ્રી ડી.એમ. શાહ, રાજુભાઇ દવે,સીરાજભાઈ માડકીયા, એ.બી. દુધરેજીયા, યુ.બી. દાહીમા,હરેશભાઈ સાવલીયા,નયનભાઇ જોશી અને વિસાવદર કોર્ટના રજીસ્ટાર એસ.જે લકકડ , એ.ડી.જે. કોર્ટ ના રજી. અશોકભાઈ જોશી ,સાવલિયાભાઈ, મહેતાભાઈ,નકુમભાઈ, સ્ટૅનોગ્રાફરશ્રી, પી.પી.પાણેરી, તથા સ્ટાફ અને વિસાવદર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ બી.જી.વિકમાં આર.એફ.ઓ.વનીકરણ અનેવિસ્તરણ,આર.કે. રાઠોડ ફોરેસ્ટર, દેવાંગભાઈ બીટ ગાર્ડ,તથા મહેશભાઈ વિકમાં ગાર્ડ તથા તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઇ ભટ્ટીની હાજરીમાં વિસાવદર કોર્ટના ન્યાયમંદિરમાં આજરોજ વૃક્ષારોપણ તથા રોપા વિતરણ કરવામાં આવેલ હતું. વિસાવદર બાર એસોસિયેશન ના તમામ વકીલો તથા તમામ સ્ટાફ તથા આસપાસની જાહેર જનતાને આ તકે વિસાવદર સિવિલ જજશ્રી ત્રિવેદી સાહેબ દ્વારા વૃક્ષારોપણ શા માટે જરૂરી છે અને વૃક્ષનું આપણા જીવનમાં શુ મહત્વ હોય છે તેના વિશે વિસ્તુત માહિતી આપી જણાવેલ કે,આજના દિવસે માત્ર વૃક્ષારોપણ કરવાથી આપણી જવાબદારી પુરી થઈ જતી નથી જેમ આપણે આપણા બાળકની કાળજી લઈએ તે રીતે આપણે આ વૃક્ષો ની કાળજી લઈ માવજત કરવી જોઈએ અને દેશના લોકોએ પણ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો જોઈએ અને વૃક્ષ આપણા જીવનમાં એક છત્રછાયા સમાન હોવાની માહિતી આપેલ હતી અને આ સમગ્ર કાર્યક્રમ ભારે ઉત્સાહ સાથે યોજવામાં આવેલ હતો.

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.