વડાપ્રધાનને આવકારવા પધારનાર જનમેદની માટે શહેરનાં જુદા જુદા સ્થળોએ વાહનો મુજબ પાર્કિંગ વ્યવસ્થા - At This Time

વડાપ્રધાનને આવકારવા પધારનાર જનમેદની માટે શહેરનાં જુદા જુદા સ્થળોએ વાહનો મુજબ પાર્કિંગ વ્યવસ્થા


શહેરના પ્રથમ ડબલ ડેકર ફ્લાયઓવર અને રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું આજે મોદીના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે આવનાર છે ત્યારે વડાપ્રધાનને આવકારવા પધારનાર જનમેદની માટે શહેરનાં જુદા જુદા સ્થળોએ વાહનો મુજબ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુજબ કાર્યક્રમમાં પધારનારા જુદા જુદા વી.વી.આઈ.પી. માટે 810 જેટલી કારની કેપેસિટી સાથે જુદી જુદી સાત જગ્યાએ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, બહુમાળી ભવન પાર્કિંગ, રેસકોર્ષ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પાર્કિંગ, ફનવર્લ્ડ સામે સર ગોરલીયા માર્ગવાળી શેરી, રૂરલ એસ.પી. ના બંગલાવાળી શેરી, બાલભવન અંદર જોકરવાળું ગ્રાઉન્ડ, એસ.બી.આઈ. ગ્રાઉન્ડ સર્કિટ હાઉસ સામે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.