જિલ્લા સેવા સદન પાસેની ખુલ્લી ગટરો રાદારીઓ માટે જોખમી રૂપ.
મહીસાગર જિલ્લા કલેકટર ઓફિસ ના પ્રવેશ પહેલા માર્ગો પર ખુલ્લી ગટરો હોવાના કારણે કચેરી ના કામઅર્થે આવતા જિલ્લા ના તાલુકાના લોકો માટે જોખમી રૂપ બની શકે છે હાલ ચોમાસા ની ઋતુ ચાલી રહી છે અને મેઘરાજ વરસાદ ની દમદબાટી બોલાવી રહ્યા છે વરસાદ ના કારણે જ્યાં હોય ત્યાં ખૂલ્લી ગટરો મા પાણી ભરાઈ ઉભરતા હોય છે તેની આસપાસ ઝાડી ઝાંખરા ઉગી નકડતા હોય છે જેનાં લીધે ખૂલ્લી ગટરો રાહદારીઓ માટે જોખમી સાબીત થઈ શકે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર ક્યાંક બનાવ બનવાની રાહ જોઈ રહ્યુ હોય તેમ છેલ્લા કેટલાય મહીનાથી આ ગટર પર ઢાંકણ નાખવા મા જાણે ઉદાસીન હોય તેવું જણાઈ આવે છે ત્યારે જિલ્લા સેવાસદન માર્ગ પર ની ચાર થી પાંચ ખુલ્લી ગટરો રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે ત્યારે વહીવટી તંત્ર આ ખુલી ગટરો પર ઢાંકણ મૂકી તેનું યોગ્ય સમારકામ કરે તો તે રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે શારૂ છે નહી તો આ ખુલ્લી ગટરો મા કોઈ વ્યક્તિ અથવા પશું પડે અને તેના જાનમાલ નું નુકશાન થાય તે માટે જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આ ખૂલ્લી ગટરો પર યોગ્ય ઢાંકણ નાખવામાં આવે અને તેની આજુબાજુ નાં ઝાડી ઝાંખરા નું પણ કટીંગ કરાવવામાં આવે તો કોઈ ઝેરી સર્પ અથવા કોઈ જીવજંતુ કોઈ રાહદારી ને નુકશાન ન પોહચાડે તેવી માંગ ઉઠવા પામી છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.