લુણાવાડા નગર ની કેટલીક સોસાયટી માં એક અઠવાડિયા થી દિવસરાત સ્ટ્રીટ લાઈટ ચાલુ
લુણાવાડા નગરપાલિકા જાણે ઊંઘમાં હોય તેવા દ્રશ્યો સોસાયટી વિસ્તારમાં જોવા મળ્યા છેલ્લા એક અઠવાડિયા થી અંકુર પાર્ક, શ્રીજી પાર્ક, સહિત રણછોડ પાર્ક, સોસાયટીઓ માં સ્ટ્રીટ લાઈટો દિવસ રાત ચાલુ રહેતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે બીજી તરફ લુણાવાડા નગરપાલિકા દ્વારા અમુક વિસ્તારોમાં બંધ સ્ટ્રીટ લાઈટો છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલુ નથી જેને લઈ અનેક નગરના રહીશો દ્વારા ચોમાસા દરમિયાન કમ્પ્લેન કરતા હોય છે ત્યારે લુણાવાડા નગર પાલિકા તે બાબતે નીરશ હોય તેમ જોવા મળી રહી છે ત્યારે છેલ્લા એક અઠવાડિયા થી સોસાયટી વિસ્તારોમાં દિવસરાત દરમિયાન ચાલતી સ્ટ્રીટ લાઈટો ના કારણે કોના ઘરે દિવાળી જેવાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે લુણાવાડા નગરના રહિશો ના ટેક્ષના પૈસા નો આ રીતે વ્યવ્ય થઈ રહ્યો છે એક અઠવાડીયા થી નગર નાં સોસાયટી વિસ્તારમાં દિવસે પણ લાઈટો ચાલુ રહેતા નગર પાલિકા જાણે દિવસે સ્વીચ બંધ કરવાનુ ભૂલી ગઈ હોય તેમ જોવા મળી રહી છે હાલ પાલિકા દ્વારા છેલ્લાં ત્રણ મહીના થી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે ત્યારે આ કેવા પ્રકાર નો વહીવટ કહી શકાય બીજી તરફ પાલીકા કર્મચારીઓ પણ જાણે કામમાં નીરશ હોય તેમ જાણે અજાણે છેલ્લા એક અઠવાડીયાથી દિવસે લઈટ ચાલું રહેતા સોસાયટી ના રહીશો દ્વારા પાલિકા ના વહીવટ સામે રોષ જોવા મળી રહ્યો છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.