ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલા પ્રાકૃતિક કૃષિ વિષયક પરિસંવાદમાં અરવલ્લી જિલ્લાના ખેડૂતો વર્ચ્યુઅલી જોડાયા. - At This Time

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલા પ્રાકૃતિક કૃષિ વિષયક પરિસંવાદમાં અરવલ્લી જિલ્લાના ખેડૂતો વર્ચ્યુઅલી જોડાયા.


ઝેરમુક્ત ખેતીથી ધરતીની સાચી શક્તિ પરત મેળવી શકાય છે ઉપરાંત જમીન ફળદ્રુપ પણ બને.
પ્રાકૃતિક ખેતી માં ગાયનું ગૌ મૂત્ર ,છાણ ,વનસ્પતિનાં પાંદડાં અને કુદરતી છાણીયા ખાતરનો ઉપયોગ થતો હોઈ જમીનમાં દેશી અળશિયાંની સંખ્યા વધે છે . અળશિયાં જમીનને ફળદ્રુપ અને પોચી બનાવનાર ખેડૂતના સાચા મિત્ર.

પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત પર્યાવરણ ,જમીન સ્વાસ્થ્ય ,અને ગૌ પાલન માટે કાર્ય કરતો હોઈ રાષ્ટ્ર અને અધ્યાત્મ માટે કરેલા કામનો આનંદ અને સંતોષ મેળવે છે.
ખેડૂતે ઉત્પાદન કરેલ પાકને વેચવાની વ્યવસ્થા અને બજારભાવ કરતાં પણ સારા ભાવ મળી શકે છે ,જેનાથી ખેડૂતને મળે છે આર્થિક સધ્ધરતા.
સમગ્ર રાજ્યમાં રાજભવન, ગાંધીનગર ખાતેથી પ્રાકૃતિક કૃષિ વિષય પર વર્ચ્યુઅલી પરિસંવાદ યોજાયો.અરવલ્લી જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ રાજ્યપાલશ્રીના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યુ કે, વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી એ અસરકારક ઉપાય છે. ઝેરમુક્ત ખેતીથી ધરતીની સાચી શક્તિ પરત મેળવી શકાય છે. ઉપરાંત જમીન ફળદ્રુપ પણ બને છે.પ્રાકૃતિક ખેતી” એટલે સંપૂર્ણ કુદરતી, પ્રકૃતિમય શુદ્ધ અને સાત્વિક, અથવા ઓર્ગેનિક ખેતી. એટલે કે કોઈપણ કેમિકલ કે રસાયણ નો ઉપયોગ કર્યા વગર પોતાની પાસે જે કંંઇ કુદરતી વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી કરવામાં આવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી. જેને “ગાય આધારિત ખેતી” તરીકે ઓળખીએ છીએ.

પરંપરાગત ખેતી સિન્થેટીક પર ખૂબ આધાર રાખે છે ખાતર, જંતુનાશકો અને હર્બિસાઇડ્સ. આ રસાયણો જમીન, પાણી અને હવાને દૂષિત કરી શકે છે અને વન્યજીવન અને જળચર જીવો ને નુકસાન પહોંચાડી શકે છે. બીજી બાજુ, સજીવ ખેતી, ખાતર, ખાતર અને પાક રોટેશન જેવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરે છે, જે જમીનની ફળદ્રુપતા જાળવવામાં અને હાનિકારક રસાયણોનો ઉપયોગ ઘટાડવામાં મદદ કરે છે. આ પર્યાવરણમાં રાસાયણિક પ્રદૂષણ ઘટાડે છે.જયારે ઓર્ગેનિક ખેતી પરંપરાગત ખેતી પદ્ધતિઓ કરતાં ઘણા પર્યાવરણીય લાભો પ્રદાન કરે છે. ઓર્ગેનિક ખેતી રાસાયણિક પ્રદૂષણ ઘટાડે છે, કુદરતી રહેઠાણો અને જૈવવિવિધતાની જાળવણીને પ્રોત્સાહન આપે છે, જળ સંસાધનોનું સંરક્ષણ કરે છે.સજીવ ખેતી માત્ર પર્યાવરણીય અને આરોગ્યલક્ષી લાભો જ પ્રદાન કરતી નથી, પરંતુ તે ખેડૂતો અને સમુદાયોને આર્થિક લાભ પણ લાવી શકે છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આ પરિસંવાદ થકી સમગ્ર રાજ્યના ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યુ હતુ. પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રકૃતિને પ્રકૃતિની ભેંટ આપવાનું આહવાન કર્યું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.