છેલ્લાં ત્રણ વર્ષથી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ અને ગુન્હાહિત ઈતિહાસ ધરાવતાં પાકા કામના લીસ્ટેડ કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી
છેલ્લાં ત્રણ વર્ષથી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ અને ગુન્હાહિત ઈતિહાસ ધરાવતાં પાકા કામના લીસ્ટેડ કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી
વિગત:- મજકુર કેદીને ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.-૧૯/૨૦૧૪ આઇ.પી.સી. કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬(આઇ) પોકસો ૧૮ વિ. મુજબના કામે નામ. સ્પે.પોકસો સેશન્સ કોર્ટ ઉના દ્રારા કેદીને દસ વર્ષની કેદની સજા તથા રૂ.૧૬,૫૦૦/- દંડ ની સજા થતા મજકુર કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા હોય અને નામદાર ગુજરાત હાઇકોર્ટનાં હુકમ અન્વયે કેદીને વચગાળાનાં જામીન રજા પર દિન-૦૭ માટે મુકત કરવા હુકમ થતાં મજકુર કેદીને તા.૨૪/૦૭/૨૦૨૦ ના રોજ મુકત કરવામાં આવેલ અને મજકુર કેદીને તા.૦૧/૦૮/૨૦૨૦ ના રોજ હાજર થવાનું હોય પરંતુ હાજર ન થતાં *તા.૦૧/૦૮/૨૦૨૦ થી ફરાર થયેલ* હોય જે અંગે રાજકોટ મધ્યસ્થ જેલના જેલરશ્રી દ્રારા ખાંભા પો.સ્ટે. નો.કો.નં.૨૨/૨૦૨૦ પ્રિઝન એકટ કલમ-૫૧-એ, ૫૧-બી મુજબનો ગુન્હો રજી. થયેલ છે.જે કામે કેદી આજદિન સુધી ફરાર હતો
મ્હે.અધિક પોલીસ મહાનીદેશક સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર નાઓ દ્વારા રાજયના નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂં ખાસ ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે
મ્હે. શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં પેરોલ ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્રારા પેરોલ ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન મુજબ શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્રારા રાજકોટ મધ્યસ્થ જેલમાથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને સાવરકુંડલા જેસર રોડ પાવર હાઉસ પાસેથી તા.૨૫/૦૭/૨૦૨૩ ના રોજ પકડી પાડી બાકી રહેતી સજા ભોગવવા સારૂ રાજકોટ મધ્યસ્થ જેલને સોપવા ખાંભા પો.સ્ટે. સોંપી આપેલ.
*પકડાયેલ ફરાર કેદી:- કેદી નં.૪૭૩૨૫ સંજય જીતુભાઇ સોલંકી ઉ.વ.૨૮ રહે.-ખાંભા ભગવતીપરા તા.ખાંભા જી.અમરેલી*
ગુન્હાહિત ઈતિહાસ:-
ગીર સોમનાથ ગીરગઢડા I/0019/2014
IPC 363, 366, 376(I), 114 pocso 18
ગીર સોમનાથ ઉના પો.સ્ટે. III/0299/2017, prohi 65-A, 65-E, 81, 98(2), 99
ગીર સોમનાથ ઉના પો.સ્ટે. III/0073/2018, prohi 65-A, 65-E, 81, 98(2), 99
ગીર સોમનાથ ઉના પો.સ્ટે. III/0055/2018, prohi 65-A, 65-E, 81, 98(2), 99
ગીર સોમનાથ ઉના પો.સ્ટે. III/0308/2018, prohi 65-A, 65-E, 81, 98(2), 99
અમરેલી ખાંભા NC-22/2020 Prison Act 51-A, 51-B
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિમકર સિંહ નાઓની સુચના અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી પો.સબ.ઇન્સ.શ્રી કે.જી.મયા(ગઢવી) તથા એ.એસ.આઇ. હિંમતભાઇ જીંજાળા, શ્યામકુમાર બગડા, કૌશીકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા, પો.કોન્સ. સતારભાઇ શેખ, તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા વુ.પો.કોન્સ. ધરતીબેન લીંબાસીયા એ રીતેના જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.