વડિયા તાલુકા પત્રકાર એકતા પરિષદ ના ફળાવ કલમો ,ફૂલછોડ અને રોપા વિતરણના કેમ્પ ને મળ્યો જબરો પ્રતિસાદ - At This Time

વડિયા તાલુકા પત્રકાર એકતા પરિષદ ના ફળાવ કલમો ,ફૂલછોડ અને રોપા વિતરણના કેમ્પ ને મળ્યો જબરો પ્રતિસાદ


વડિયા તાલુકા પત્રકાર એકતા પરિષદ ના ફળાવ કલમો ,ફૂલછોડ અને રોપા વિતરણના કેમ્પ ને મળ્યો જબરો પ્રતિસાદ

સ્થાનિક વિસ્તારના લોકો એ ફૂલછોડ ,આંબા,ચીકુ નીં કલમો અને નાળિયેરીના છોડ લેવા પડાપડી કરી

આવો સહકાર જાગૃતતા આવાનર સમયમાં વડિયા વિસ્તારને હરિયાળો બનાવશે

વડિયા

વડિયા કુકાવવ તાલુકા પત્રકાર એકતા પરિષદ અને નવરંગ નેચર ક્લબ ના સયુક્ત ઉપક્રમે છેલ્લા ત્રણ વર્ષથી વડિયામાં ફૂલછોડ,રોપા,કેસરઆંબા અને ચીકુની કલમો, નાળિયેરી ના રોપા અને દેશી ઓહડિયાના રાહત દરે વિતરણ ના કેમ્પ કરવામાં આવે છે. હાલ તારીખ ૨૨મી જુલાઈ અને શનિવારના રોજ વડીયાની શ્રી સુરગવાળા હાઇસ્કૂલ ખાતે આ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભર ચોમાસાની જમાવટ વાળા સમયે આ કેમ્પનું આયોજન કરાતા સ્થાનિક વિસ્તારના લોકોએ આંબાનીકલમો,ચીકુની કલમો,નાળિયેરીના રોપા ,ફૂલછોડ,ડેકોરેટિવ છોડ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા અને મોટી સાંખ્યમાં ફૂલછોડ અને રોપાની કલમોનું વિતરણ કરાયું હતું. સ્થાનિક વિસ્તારન લોકોનો સહકાર અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા આવનારા સમયમાં વડિયા આસપાસના વિસ્તારને હરિયાળું બનાવશે એ વાત નકારી શકાય નહીં. સમગ્ર કાર્યક્રમ માં વડિયા તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ ભીખુભાઈ વોરા અને મહામંત્રી કિરીટભાઈ જોટવા દ્વારા જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી અને સ્થાનિકોને ઘર આંગણે સસ્તા દરે રોપા અને કલમો ની ખરીદી કરવા વ્યવસ્થા કરી પર્યાવરણ બચાવવા અનોખી પહેલ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.