બંધ મકાન જોઈ તસ્કરો ત્રાટક્યા, ₹2.14 લાખની ચોરી કરી
દિવસેને દિવસે રાજકોટ શહેરમાં લુટારૂઓ બેફામ બન્યા છે. શહેરના પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી કે, કોઠી કંપાઉન્ડમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂપિયા 2.14 લાખની ચોરી કરી ગયા હતા.
બનાવની વિગત અનુસાર રાજકોટ શહેરના કોઠી કમ્પાઉન્ડમાં રહેતા રમેશ બારૈયાએ ફરિયાદ કરી છે કે, રેલવેના ઓડિટ વિભાગમાં આસિસ્ટન્ટ અધિકારી તરીકે નોકરી કરતાના ઘરમાંથી ચોરી થઈ છે. ગત તારીખ 23ના રોજ મકાનના તાળા તૂટ્યા હતા. ત્યારબાદ પ્રતિકચંદ્ર રમેશ ચંદ્રને આ બાબતે ચોરી થયાની જાણ કરી પ્રદ્યુમન નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.