પાટણ: આંખ આવવાની બીમારીના માત્ર 5 દિવસમાં જ 450 થી વધુ કેસ: શનિવારે વધુ 40 કેસ જોવા મળ્યા
પાટણ: આંખ આવવાની બીમારીના માત્ર 5 દિવસમાં જ 450 થી વધુ કેસ: શનિવારે વધુ 40 કેસ જોવા મળ્યા
પાટણ નાં સિધ્ધપુર,સરસ્વતી,ચાણસ્મા પંથકમાં બીમારી નું પ્રમાણ વધારે જોવા મળ્યું
પાટણ જિલ્લામાં આંખ આવવાની બીમારી વકરી રહી છે. છેલ્લા પાંચેક દિવસમાં 450 લોકો આ બીમારીમાં સપડાયા છે. શનિવારે 40 કેસ તંત્રને મળ્યા છે. ખાસ કરીને બાળકો આ બીમારીમાં વધારે સપડાઇ રહ્યા છે. પાટણ જિલ્લા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આખો આવવાની બીમારીનું પ્રમાણ વધ્યું છે ત્યારે પાટણ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા શાળા આંગણવાડીઓમાં સર્વે અને કેસનું રિપોર્ટિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ પાટણ જિલ્લામાં અચાનક કેસોમાં ઉછાળો આવ્યો છે.
જેમાં ખાસ કરીને પાટણ, સરસ્વતી, સિદ્ધપુર અને ચાણસ્મા પંથકમાં આ બીમારીનું પ્રમાણ વધારે છે.છેલ્લા પાંચેક દિવસમાં જ 450થી વધુ કેસ તંત્રને મળ્યા છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ આંખ આવવાની બીમારીના કેસ આવી રહ્યા છે.આરોગ્ય તંત્રના સુત્રોએ જણાવ્યું હતું કે આંખ આવવાની બીમારી ખાસ કરીને બાળકોમાં વધારે છે જેમાં જેમ વિસ્તારમાં લોકોની અવરજવરનું પ્રમાણ વધારે છે તે વિસ્તારમાં આંખ આવવાની બીમારીના કેસ વધારે મળી રહ્યા છે. પરંતુ હવે ધીમે ધીમે કેસ ની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
. રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.