ઈશ્વરીયા અને દડવા પાસે આવેલ કરમાળ પીપળીયા ડેમ ઓવરફ્લો થતાં તંત્ર અને આગેવાનો લાગ્યા કામે
ઈશ્વરીયા અને દડવા પાસે આવેલ કરમાળ પીપળીયા ડેમ ઓવરફ્લો થતાં તંત્ર અને આગેવાનો લાગ્યા કામે
આજરોજ ઈશ્વરીયા અને દડવા પાસે આવેલ કરમાળ પીપળીયા અને કરમાળ ડેમ ઓવરફ્લો થતાં અનેક લોકો વાડી વિસ્તારમાં ફસાયા હતા તેમાં ગોંડલ આટકોટ રોડ બંધ થયેલ હતો લોકોને બચાવવા માટે તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયાને જેવા સમાચાર મળ્યા ત્યાં દોડી ગયા હતા અને તાલુકા પંચાયત સદસ્ય લલીતભાઈ મારકણા ગિરધરભાઈ વેકરીયા મનુભાઈ લાવડીયા દડવા ગામના સરપંચ ભુપતભાઈ વાળા, કલ્પેશભાઈ વેકરીયા અને અનેક આગેવાનો ત્યાં પહોંચ્યા હતા. સરકારી તંત્ર આટકોટ પીએસઆઇ સિસોદિયા, જસદણ મામલતદાર, જસદણ ટીડીઓ તેમજ લોકોને રેસ્ક્યુ કરવા માટે જસદણ નગરપાલિકા ટીમ પહોંચી હતી. અને કેબિનેટ મંત્રી બાવળિયાએ વિવિધ જગ્યાએ સૂચના આપી લોકોને બચાવવાની જહેમત ઉઠાવી હતી. અને સતત મંત્રી બાવળીયા રાજકોટ કલેકટર તેમજ વિવિધ કચેરીમાં સંપર્કમાં રહી ચિંતા કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.