રાધનપુર: નવનિર્માણ વિદ્યામંદિર રાધનપુર ખાતે બાળ સાંસદનું ભવ્ય આયોજન કરાયુ
રાધનપુર: નવનિર્માણ વિદ્યામંદિર રાધનપુર ખાતે બાળ સાંસદનું ભવ્ય આયોજન કરાયુ
આજરોજ રાધનપુર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યામંદિર રાધનપુર બાળ સાંસદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેની મુખ્ય ભૂમિકા અને હેતુ બાળકોમાં નેતાગીરીના ગુણો,અને લોકશાહી પર્વ ને સમજે શિક્ષકોની સાથે હળીમળી શાળાની દરેક પ્રવૃત્તિમાં ભાગ લે અને સંચાલન કરતા શીખે તેમજ રાજનીતિ શું છે તેનાથી માહિતગાર થાય તે હેતુસર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.
આજના કાર્યક્રમ મા ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણીના તમામ અધિકારીઓ અને તમામ સંવેદનશીલ નિયમો સાથે ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં સરકારી પ્રતિનિધિ તથા ચૂંટણીમાં ઉભા રહેલા દરેક ઉમેદવારો ફોર્મ ભરવાનો સમય ફોર્મ પાછું ખેંચવાનો સમય તેમજ ઉમેદવારી માટે જરૂરી દસ્તાવેજો તેમજ ચૂંટણી શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય એ માટે પોલીસ સ્ટાફ ની પણ નિયુક્તિ કરવામાં આવી હતું. જેમાં PSI ડી.એમ.જોષી ,લખનભાઈ લીંબાચીયા, જયંતીભાઈ સિંધવ , દશરથજી ઠાકોર કેશુભા વાઘેલા તેમજ રાધનપુર પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય એ માટે આવનાર મહેમાનો આગેવાનો અને શિક્ષક સ્ટાફ દ્વારા ખૂબ સાથ સહકાર આપવામાં આવ્યો હતો. પ્રિસાઇડિંગ ઓફિસર, પુલિંગ બુથ ઓફિસર મામલતદાર ની ભૂમિકા માનનીય કલેકટર ની ચૂંટણીમાં ભૂમિકાઝોનલ અધિકારી થી લઈને BLO વગેરે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. અને ટીવી ચેનલ પત્રકારોની પણ નિમણૂક કરેલી દરેક પાત્રની ભૂમિકા એવી રીતે ગોઠવવામાં આવી હતી જે રીતે ગુપ્ત મતદાન અને આખી તમામ ચૂંટણી પ્રક્રિયા જે રીતે થતી હોય છે એ રીતે જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી .ત્યારબાદ મત પેટીઓ પત્રકારો સમક્ષ સીલ કરવામાં આવી હતી અને જિલ્લા મથકે પહોંચાડવામાં આવી હતી અને પાંચ દિવસ પછી એનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.આમ તમામ વ્યવસ્થા સાથે નવનિર્માણ વિદ્યામંદિર રાધનપુર ખાતે બાળ સાંસદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.