ત્રિવેણી સંગમ માનવ નો ઇતિહાસ તેમજ પ્રવૃતિઓ - At This Time

ત્રિવેણી સંગમ માનવ નો ઇતિહાસ તેમજ પ્રવૃતિઓ


ત્રિવેણી સંગમ માનવ નો ઇતિહાસ તેમજ પ્રવૃતિઓ

ત્રિવેણી સંગમના સંસ્થાપક અને પ્રણેતા, લંડન, યુ.કે. સ્થિત મંજુબેન નાગજીઍ (જે દીદી તરીકે ઓળખાય છે) ત્રિવેણી સંગમની સ્થાપના લંડનમાં જાન્યુઆરી ૧૯૯૬માં કરી. ચલાલા સિવાય ગુજરાતના બીજા ગામોમાં પણ તેમણે સેવાકીય પ્રવૃતિ ૨૦૦૩થી ચાલુ કરી. માતૃભૂમિનું ઋણ અદા કરવા વિવિધ સેવાકીય પ્રવૃતિ અવિરત પણે ચાલતી રહે તે કારણસર તેમના વિચાર, સૂચન અને માર્ગદર્શન મુજબ ગુજરાતમાં પણ ઍક ટ્રસ્ટની રચના કરી આવા સેવાકીય પ્રકલ્પો હમેંશા ચાલતા રહે જેથી જરૂરમંદ લોકોને હમેશા ત્રિવેણી સગમ ટ્રસ્ટના માધ્યમથી મદદ મળતી રહે અને તેમાં જોડાયેલા લોકોને નિષ્કામ સેવા કરવાનો મોકો મળે.

ત્રિવેણી ઍટલે ત્રણ અને સંગમ ઍટલે મિલાપ. જ્યાં ગમે તે ત્રણ વસ્તુનો મિલાપ થાય, પછી તે શરીર, મન અને આત્માનુ મિલન, વિચાર, વાણી અને વર્તનનું મિલન, જ્ઞાન, કર્મ અને ભક્તિનું મિલન કે પછી સત્ય, પ્રેમ અને અનુકંપાનુ મિલન હોય તો આપણને બીજા માટે કંઇ કરી છૂટવાની ઈચ્છા જાગે. આ પછી ઉભા થઈ કામ કરવા માંડીઍ તો આપણે અધ્યાત્મના માર્ગે વળીઍ.

મનમા, હું કરું છું, નું મિથ્યા અભિમાન કે ગર્વ ના આવે તેથી નીચેના સુવાકયો ને જીવનમા અને ત્રિવેણી સંગમની આચાર સંહિતામા હમેશા મોખરે સ્થાન આપીને કાર્ય થાય છે. ત્રિવેણી સંગમ ફક્ત નિષ્કામ સેવા કરવાનું જ નહી પણ પોતાના આધ્યાત્મિક વિકાસ કરવાનું પણ માધ્યમ છે જેમાં પોતાનો અહમ્ પોષવાને સ્થાન નથી કારણ કે આપણાથી જે કામ થઈ રહ્યું છે તે શ્રી કૃષ્ણ જે ત્રિવેણી સંગમના હેડ (પ્રેસીડેન્ટ) છે તેની આપણા ઉપરની કૃપાથી થઈ રહ્યું છે.

"ઈશ્વરની આધ્યશક્તિ તારા મન, ઈન્દ્રીયો, શ્વાસોશ્વાસ અને વિચારો થકી હમેશા તારી સાથે રહી તને ફક્ત નિમિત્ત બનાવી તે આધ્યશક્તિ તારા થકી કાર્ય કર્યા કરે છે." શ્રીમદ્ ભગવદ્ ગીતા

"ઉભો થા, નીડર, હિમતવાન, શક્તિશાળી થઈ, તારી બધી જવાબદારી તારા ખભા ઉપર લઈ તારા પ્રારબ્ધનો સર્જક તું જ થા." સ્વામી વિવેકાનંદ

શ્રી રાધા કૃષ્ણ મંદિર ના બદલે ત્રિવેણી સંગમ માનવ મંદિર નામ રાખવા પાછળનો મુખ્ય હેતુ
ચલાલા ગામના લોકો માટે એક એવું સ્થાન બની રહે કે જ્યાં જુદી જુદી પ્રવૃત્તિમાં જોડાઈ લોકો એકબીજાને મળે, એકલા રહેતા લોકોને કંપની મળે, એકબીજા પાસેથી નવું જાણવા, શીખવા મળે, આપણી સંસ્કૃતિનો પ્રચાર થાય અને સૌને આ જગ્યા પોતાની લાગે.

ત્રિવેણી સંગમ માનવ મંદિર ની પ્રવુતિઓ

1. દરરોજ બપોરે અને સાંજે પૂજ્ય જલારામ બાપાના નામે અન્નક્ષેત્ર
2. બાળકોને ફરી ટ્યૂશન તેમજ તાજું સાત્વિક ભોજન
3. રવિવારે બાળકોને યોગ, ધ્યાન તેમજ બીજા સાંસ્કુતિક વિચારોની આપ લે
4. સોમવારે અને ગુરુવારે બપોરે બહેનોનો સત્સંગ
5. શુક્રવારે રાત્રે ભાઈઓ ના ભજન અને ધૂન
6. શનિવારે સ્ટાફ ની બહેનોના ૧૧ હનુમાન ચાલીસા
7. રવિવારે રાત્રે ગીતા ક્લાસ

તે ઉપરાંત બીજી પ્રવૃર્તીઓ

1. દર વરસે મંદિરનો પાટોત્સવ બહુ ઉત્સાહ સાથે ઉજવાય છે.
2. વર્ષમાં એક વખત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રખાય છે.
3. આપણા બધા ઉત્તસવો ધામ ધુમથી ઉજવાય છે, જલારામ જયંતિ, ગણેશોત્સવ, રામ નવમી, હનુમાન જયંતિ, જન્માષ્ટમી, ચૈત્રી અને આસો નવરાત્રી, દિવાળી, તુલસી વિવાહ વિગેરે.
4. માતાજીના લોટા, હનુમાન ચાલીસા, સત્યનારાયણ ભગવાનની કથા,હવન વિગેરે પરદેશના લોકોની ઈચ્છા મુજબ અવારનવાર ઉજવાય છે.
5. મહિનામાં બે થી ત્રણ વખત ઝુપ્પડ પટ્ટીમાં સાંજે ગરમ જમવાનું અપાય છે.
6. ગરીબોને રાશન વિતરણ, શિયાળામાં ધાબળા
7. મક્કર સંક્રાત ઉપર ગરીબ બાળકોને મમરાના લાડવા, તલ સાંકળી
8. વિજયાદશમી તેમજ ધન તેરસ ના દિવસે ગરીબોને મીઠાઈ તેમજ ફરસાણ નું વિતરણ

પુરુષોત્તમ તેમજ શ્રાવણ મહિનાના ૬૦ દિવસનો મહાયજ્ઞ (૨૦૨૩)

આ વર્ષે ૧૯ વર્ષ પછી શ્રાવણ મહિનામાં અધિક માસ શ્રાવણ સુદ ૧ મંગળવાર ૧૮/૭/૨૩ થી શ્રાવણ વદ ૧૫ બુધવાર ૧૬/૮/૨૩ છે તેમજ પુરુષોત્તમ માસ ના પહેલા દિવસથી પુષ્ય નક્ષત્ર છે. આ નક્ષત્રને ધર્મ, યજ્ઞ, જાપ, પૂજા પાઠ માટે ઉત્તમ માનવામાં આવે છે.

આ પવિત્ર માસ દરમ્યાન સૌને સુખ, શાંતિ અને ભગવાન પુરુષોત્તમ (ભગવાન વિષ્ણુ) ની
કૃપા પ્રાપ્ત થાય તે હેતુથી મહા વિષ્ણુ યજ્ઞ તેમજ ભગવાન પુરુષોત્તમની નિત્ય પૂજાનું આયોજન કરેલ છે.

નિજ શ્રાવણ માસ શ્રાવણ સુદ ૧ ગુરુવાર ૧૭/૮/૨૩ થી શ્રાવણ વદ ૧૫ શુક્રવાર ૧૫/૯/૨૩ સુધી છે.
આ મહિના દરમ્યાન રુદ્ર યજ્ઞ તેમજ રુદ્રાભિષેકથી ભગવાન શંકરની આરાધનાનું આયોજન કર્યું છે.

આ બે મહિના દરમ્યાન સોમવારથી શનિવાર હવન પૂજા પૂર્ણ થયા પછી સૂકો પ્રસાદ તેમજ દર રવિવારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.