જૂનાગઢમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત
ભાવનગર રેલવે ડિવિઝનના જૂનાગઢમાં ભારે વરસાદને કારણે જૂનાગઢ-વડાલ સેક્શનમાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. આ સ્થિતિના કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે, જેની વિગત નીચે મુજબ છેઃ-
રદ કરાયેલી ટ્રેનો:
1) ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ 22.07.2023 ના રોજ રદ રહેશે.
2) ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવળ સ્પેશિયલ 22.07.2023 ના રોજ રદ રહેશે.
શોર્ટ ટર્મિનેટેડ (આંશિક રીતે રદ) ટ્રેનો:
1) ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ તારીખ 22.07.2023 ના રોજ જેતલસર ખાતે શોર્ટ ટર્મિનેટ થઈ છે. આમ આ ટ્રેન જેતલસર - વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.
2) ટ્રેન નંબર 19208 વેરાવળ-પોરબંદર એક્સપ્રેસ તારીખ 22.07.2023 ના રોજ જુનાગઢ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન જૂનાગઢ-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય. તેવી યાદી માશૂક અહમદ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ જણાવેલ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.