આંખનું ઓપરેશન કરાવ્યા બાદ સજજનબેન કોળીનું શંકાસ્પદ હાલતમાં મોત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આંખનું ઓપરેશન કરાવ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક નારણકા ગામે રહેતા સજજનબેન ગોરધનભાઈ તલસાણીયા (કોળી-ઉ.40) એ દમ તોડી દેતા મોતનું કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.
બનાવ અંગે મળતી વિગત મુજબ, સાયલા તાલુકાના નારણકા ગામના ખેડુત કોળી પરીવારના સજજનબેન તલસાણીયાને આંખમાં ફોડકી થઈ હોવાથી તેની સારવાર કરાવવા માટે રાજકોટ ખાતે બસ સ્ટેશન પાછળ કરણસિંહજી રોડ પર આવેલી કેશુભાઈ મહેતા હોસ્પિટલમાં દાખલ થયા હતા. જયાં તબીબે આંખનું ઓપરેશન કરાવવાની સલાહ આપતા ગઈકાલે સાંજે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દસ મિનિટ પછી સાંજે 5-30 વાગ્યા આસપાસ અચાનક સજજનબેન બેભાન થઈ ગયા હતા. જેતી તેમને ત્યાં હોસ્પિટલમાં જ પ્રાથમિક સારવાર અપાઈ હતી.
પરંતુ તબીયત અતિ ગંભીર હોવાનું જણાતા તુરંત જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જયાં ઈમરજન્સી વોર્ડમાં જ તબીબોએ જોઈ તપાસી સજજનબેનને મૃત જાહેર કર્યા હતા. મૃતકને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. સંતાનો માં વિહોણા થતા પરિવારમાં શોક છવાયો છે. એ ડીવીઝન પોલીસે શંકાસ્પદ મોત હોવાથી મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. પરિવારજનોએ જણાવ્યું કે પીએમ રીપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે ઓપરેશનમાં કોઈ બેદરકારી હતી? કે પછી અન્ય કોઈ કારણસર મોત થયું છે?
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.