રાજકોટના સદભાવના ટ્રસ્ટે ભટકતા બીમાર શ્વાનો માટે શેલ્ટર હોમ બનાવ્યું; મ્યુઝિક થેરાપીથી કરવામાં આવે છે સારવાર
અત્યાર સુધી વિવિધ વિસ્તારોમાં વૃદ્ધાશ્રમ, બાલાશ્રમ તેમજ નિરાધાર લોકો માટે પણ શેલ્ટર હોમ જોવા મળતું હોય છે, પરંતુ સંતોની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં સંભવતઃ ગુજરાતનું પ્રથમ શ્વાન શેલ્ટર હોમ સદભાવના ટ્રસ્ટ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે. રાજકોટનાં જામનગર રોડ પર આવેલા શ્વાન શેલ્ટર હોમમાં રખડતા ભટકતા અને બીમાર શ્વાનોની સારવાર કરવામાં આવે છે. જેમાં હાલ 132 જેટલા શ્વાન સારવાર લઈ રહ્યા છે. અહીં શ્વાનોને મેડિકલ સારવાર સાથે ભોજન પણ આપવામાં આવે છે. તેમજ તેમની ખૂબ જ સારી રીતે દેખભાળ પણ કરવામાં આવે છે. અહીં મુખ્યત્વે માત્ર બીમાર તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા અને મોટી ઉંમરના શ્વાનોને જ આશરો આપવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.