આસપુર ગામના લોકો રસ્તાની સુવિધાઓથી વંચિત, ગંદકીમાં રહેવા મજબુર બન્યા…
વિરપુર તાલુકાના આસપુર ગામે ઝાલા ફળીયાથી મેરા ફળીયા તરફ જવાનો એક જ મુખ્ય માર્ગ હોવાથી સ્થાનિક રહીશોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે,ત્યારે ચોમાસાની શરૂઆત થતા જ પાણી ભરાઈ જતા કાદવ કીચડે માજા મૂકી છે,ત્યારે અવરજવર કરતા રાહદારીઓ,તેમજ પશુપાલન સાથે સંકળાયેલા પશુપાલકોને દૂધ ભરવા જવામાં તેમજ શાળામાં જતા બાળકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે, તેમજ સ્થાનિક રાહદારીઓને રોજબરોજ રોજિંદા કામે અવરજવર કરવામાં પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે,જેથી ગામલોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,ગટર લાઈન કરી અને રસ્તો બનાવવામાં આવે તો જ રસ્તો ટકી શકે તેમ હોય પરંતુ ગટર લાઈન અધુરી હોવાથી રસ્તા પર પાણી ભરાતા ઉબડખાબડ રસ્તામાં બદબુદાર ગંદુ દુષિત પાણી ભરાતા કાદવ કીચડે માજા મુકી છે, ત્યારે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેથી રોગચાળો ફેલાય તો સ્થાનિકોનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ શકે છે , વહેલી તકે રસ્તાની સમસ્યાનું નિવારણ કરવામા આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે, રસ્તા પર ખાડા પડ્યા છે, તેમજ રાત્રીના સમયે બે ફળીયાના પચાસ જેટલાં ઘરમાં બસો જેટલા સ્થાનિક રહીશોને રોજિંદા કામ અર્થે અવર જવરમા ઘણી હાલાકી વેઠવી પડે છે,જેથી સ્થાનિકોનો એક જ સુર છે કે રસ્તો બનાવવામાં આવે અને ગંદકી માથી મુક્ત કરવામાં આવે...
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.